Get The App

ડીજેના ધંધા માટે લીધેલી લોનના હપ્તા સમયસર ભરી ન શકતા યુવાનની રહસ્યમય સંજોગોમાં નર્મદા કેનાલમાંથી લાશ મળી

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ડીજેના ધંધા માટે લીધેલી લોનના હપ્તા સમયસર ભરી ન શકતા યુવાનની રહસ્યમય સંજોગોમાં નર્મદા કેનાલમાંથી લાશ મળી 1 - image

image : Pixabay

Youth Drowning In Vadodara : વડોદરામાં પાદરા તાલુકાના વાલીપુરા ગામમાં રહેતા ઇન્દ્રાજસિંહ રાજેન્દ્રસિંહ પઢિયાર ઉંમર વર્ષ 25 એ ગામમાં રહેતા યોગેન્દ્ર ગુમાનસિંહ પઢીયાર સાથે ભાગીદારીમાં 2.50 લાખ રૂપિયાની લોન લઈને ડીજે લીધું હતું પરંતુ ડીજે સરખું ચાલતું ન હોવાથી તેના માટે લીધેલ લોનના હપ્તા સમયસર ભરી શકાતા ન હતા. જેના કારણે બેંક દ્વારા વારંવાર ઉઘરાણીઓ થતી હતી. દરમિયાન તારીખ 15 ના રોજ સવારના ક્રોનેક્સ કંપનીમાં નોકરીએ જવું છું તેમ કહી તે ઘેરથી નીકળ્યો હતો અને બાદમાં તેના મિત્ર ભરતના ઘેર જઈ પત્નીને સાસરીમાં મૂકવા જવાનું છે તેમ કહી મિત્રની બાઈક લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પત્તો મળતો ન હતો ઘરના સભ્યોએ તેની શોધખોળ કરતા ગઈકાલે બપોરે આખરે લકડીકુઈ નર્મદા કેનાલના પાણીમાંથી લાશ મળી હતી.


Google NewsGoogle News