Get The App

હરણી લેકઝોનની બોટ અને રાઇડ્સ તકલાદી, વેલ્ડિંગ કરાવતા હતા

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
હરણી લેકઝોનની બોટ અને રાઇડ્સ તકલાદી, વેલ્ડિંગ કરાવતા હતા 1 - image

વડોદરાઃ હરણીના લેકઝોનમાં બોટ અને રાઇડ્સ જેવા સાધનો સેકન્ડહેન્ડ કક્ષાના હોવાની શક્યતા જોવાઇ રહી છે.લોકોમાં ચાલતી ચર્ચાની જો ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવે તો બોટ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે.

હરણીના તળાવમાં બાળકોની બોટ ડૂબવાના બનાવને પગલે ચારેબાજુ લોકોના ટોળાં ઉમટયા હતા.જે દરમિયાન લેકઝોનના સંચાલકોની બેદરકારીની ચર્ચા પણ સાંભળવા મળી હતી.

લેકઝોનમાં આવેલી બોટ અને રાઇડ્સ જૂની હોવાનું અને આવા સાધનોની આસપાસના સ્થળોએ વેલ્ડિંગ પણ કરવામાં આવતું હોવાની ગંભીર બાબત પણ ચર્ચામાં રહી હતી.

જો આ મુદ્દે વેલ્ડિંગ કરનારા લોકોની તેમજ લેકઝોનના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવે તો બેદરકારીના મુદ્દે ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે.

બોટ સીધી કરતાં જ સ્કૂલ બેગ સાથે  બાળકી,કિચડમાંથી ત્રણ બાળક મળ્યા

બોટ એટલી તકલાદી હતી કે ક્રેન વડે ઉંચી કરતાં જ પાર્ટ્સ પડવા માંડયા

હરણી તળાવમાં બાળકોને કાઢવા માટે ઉતરેલા ફાયર બ્રિગેડના અધિકારી અને જવાનો પણ બાળકોના મૃતદેહ જોઇ દ્રવી ઉઠયા હતા.

પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,અમે જ્યારે તળાવમાં ઉતર્યા ત્યારે બોટ ઉંધી હતી.મેં અને મારી ટીમે બોટ સીધી કરી તો અંદરથી સ્કૂલ યુનિફોર્મ અને સ્કૂલ  બેગ ભેરવેલી એક બાળકી મળી આવી હતી.નીચે કિચડ ખૂબ હતો.જેથી તેમાં ઉતરીને તપાસ કરી તો ત્રણ બાળકો મળી આવ્યા હતા.આ દ્શ્ય જોવું ખૂબ જ અઘરું હતું.

તો બીજીતરફ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા કેટલી તકલાદી  બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.ક્રેન વડે બોટને બહાર કાઢતાં જ તેના પાર્ટસ્ તૂટીને પાણીમાં પડવા માંડયા હતા.


Google NewsGoogle News