Get The App

વાવાઝોડા બાદ વડોદરામાં અંધારપટ : તા.16 થી 20 દરમિયાન સમારકામ માટે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રખાશે

Updated: May 14th, 2024


Google NewsGoogle News
વાવાઝોડા બાદ વડોદરામાં અંધારપટ : તા.16 થી 20 દરમિયાન સમારકામ માટે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રખાશે 1 - image

image : Freepik

Unseasonal Rain At Vadodara : ગઈકાલે સાંજે 80 km ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા અનેક વિસ્તારોમાં અંધાર પર છવાઈ ગયો હતો તેને સમારકામ કરતાં કરતાં એમજીવીસીએલના કર્મચારીઓને ભારે જેમ જ ઉઠાવવી પડી હતી અને ટીમવર્ક થી કામ પૂર્ણ થયું હતું ત્યારે હજી કેટલાક વિસ્તારોમાં સમારકામની કામગીરી કરવાની હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો આપી શકાશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.

 શહેરના વિવિધ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ અંગે સમારકામની કામગીરી કરવાની હોવાથી આવતીકાલથી તા.20મી સુધી સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ કરી દેવાશે. સમારકામની કામગીરી પૂરી થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવાશે.

આ અંગેની વિગત એવી છે કે, આવતીકાલે ખોડીયાર નગર સબ ડિવિઝન રાજીવ નગર ફીડર વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેવી જ રીતે સરદાર એસ્ટેટ સબ ડિવિઝન એપીએમસી ફીડર વિસ્તારમાં નિયત સમય દરમિયાન વીજ પુરવઠો તા.16મીએ બંધ રહેશે. 

ઉપરાંત ઇન્દ્રપુરી સબ ડિવિઝન ગુરુકુળ ફીડર શહીદ માંડવી સબ ડિવિઝન હાથી ખાના ફીડર, દાંડિયા બજાર સબ ડિવિઝન- કલા ભવન ફીડર વિસ્તારમાં પણ તે જ દિવસે વીજ પુરવઠો બંધ રહેશે. 

જ્યારે ખોડીયાર નગર સબ ડિવિઝન વિસ્તારમાં તા.17મીએ સાંઈશ્રદ્ધા ફીડર અને સરદાર એસ્ટેટ સબ ડિવિઝન વિસ્તારમાં તા.18મીએ સરસ્વતી ફીડર વિસ્તાર સહિત માંડવી સબ ડિવિઝન સરસીયા તળાવ અષ્ટભૂજા ફીડર. ઉપરાંત તા.19મીએ દાંડિયા બજાર સબ ડિવિઝન નવરંગ ફીડર અને ઇન્દ્રપુરી સબ ડિવિઝન વિસ્તારમાં તા.20મીએ કલ્યાણ ફીડર કારેલીબાગ ડિવિઝનના બ્રાઇટ સ્કૂલ ફીડર વિસ્તારમાં સવારે છ વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.


Google NewsGoogle News