Get The App

ભાજપના કોર્પોરેટરને ૭ મી માર્ચ સુધીમાં ૨.૭૮ કરોડ જમા કરાવવાનો હુકમ

અગાઉ ૫૦ લાખ કોર્ટમાં જમા કરાવી દીધા હતા

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ભાજપના કોર્પોરેટરને ૭ મી માર્ચ સુધીમાં ૨.૭૮ કરોડ જમા કરાવવાનો હુકમ 1 - image

વડોદરા,ભાજપના કોર્પોરેટરે ૩.૦૩ કરોડ જમા કરાવવાના હતા. તે પૈકી તેણે ૫૦ લાખ કોર્ટમાં જમા કરાવ્યા હતા. જ્યારે બાકીના ૨.૭૮ કરોડ જમા કરાવવા માટે આગામી ૭ મી માર્ચ સુધીની મુદ્દત આપવામાં આવી છે.

માંજલપુરના ભાજપના કોર્પોેરટેર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સામે  તાજેતરમાં જ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ અને મિહિરકુમાર સૂર્યકાંત શાહ ( રહે. યોગી દર્શન સોસાયટી, જૂના  પાદરા રોડ) તથા બાબુભાઇ નાગજીભાઇ પટેલ ( રહે. તાજપુરા, પાદરા) વચ્ચે નાણાંકીય લેવડ દેવડ બાબતે કોર્ટમાં કેસ થયો હતો.  જે કેસમાં કલ્પેશ પટેલને  ૩.૦૩ કરોડ રૃપિયા ચૂકવવાના હતા. તેણે હાઇકોર્ટમાં  ૫૦ લાખ જમા કરાવ્યા  હતા. પરંતુ, બાકીની  રકમ જમા કરાવી નહતી. હાઇકોર્ટે બાકીના  ૨.૭૮ કરોડ આગામી ૭ મી માર્ચ સુધી  જમા કરાવવા હુકમ કર્યો છે.


Google NewsGoogle News