ત્રણ ફૂટની ગણેશજીની પ્રતિમાના વિસર્જનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વડોદરાના ભાજપ કોર્પોરેટરે કૃત્રિમ તળાવ બનાવ્યું

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ત્રણ ફૂટની ગણેશજીની પ્રતિમાના વિસર્જનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વડોદરાના ભાજપ કોર્પોરેટરે કૃત્રિમ તળાવ બનાવ્યું 1 - image


- શંકરની મૂર્તિ માંથી અવિરત ગંગાજળ મિશ્રિત થતું રહે તેવું આકર્ષણ ઉમેર્યું

વડોદરા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

વડોદરામાં ઘેર ઘેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે નાના ત્રણ ફૂટના ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવા મોટા તળાવમાં મુશ્કેલી પડતી હોય છે જેને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર નીતિન દોંગાએ ત્રણ ફૂટની ગણેશજીની પ્રતિમાનું વિસર્જન વ્યવસ્થિત થઈ શકે તે માટે કૃત્રિમ તળાવ તૈયાર કરી તેમાં ગંગોત્રી થી ગંગાજળ મંગાવી શિવજીની પ્રતિમાની જટામાંથી ગંગોત્રીનું ગંગાજળ અવિરત પાણીના કુંડમાં મિશ્રિત થાય તે પ્રમાણેનું આકર્ષણ ઉમેર્યું છે. 

ત્રણ ફૂટની ગણેશજીની પ્રતિમાના વિસર્જનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી વડોદરાના ભાજપ કોર્પોરેટરે કૃત્રિમ તળાવ બનાવ્યું 2 - image

ત્રીવેણી ગરબા ગ્રાઉન્ડ, ગોત્રી મેડીકલ હોસ્પીટલ પાસે, ગોત્રી રોડ ખાતે રૂ.દોઢ લાખના ખર્ચે 30 ફુટ,લંબાઈ, પહોળાઈ 20 ફુટ તેમજ પાંચ ફુટ ઉંડાઈનું કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે આજે કૃત્રિમ તળાવમાં ગંગોત્રી થી મંગાવેલું ગંગાજળ મિશ્રિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના મેયર પીંકિબેન સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News