Get The App

વઢવાણા સરોવરમાં મહેમાન બનેલા વિદેશી પક્ષીઓની શુક્રવારે ગણતરી થશે

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો ભાગ હોવાથી અનેક પ્રજાતિના યાયાવર પક્ષીઓ આવે છે

Updated: Dec 30th, 2020


Google NewsGoogle News

વડોદરા,તા. 30 ડિસેમ્બર 2020, બુધવારવઢવાણા સરોવરમાં મહેમાન બનેલા વિદેશી પક્ષીઓની શુક્રવારે ગણતરી થશે 1 - image

શિયાળો શરુ થતાં જ નવેમ્બરના અંત સુધીમાં દેશ-વિદેશથી વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ વઢવાણા સરોવર આવી જતા હોય છે. આ વર્ષે મહેમાન બનેલા તમામ પક્ષીઓની ગણતરી ૧ જાન્યુઆરીના રોજ થશે જેથી આ દિવસ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે.

ભારત એ સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો ભાગ હોવાથી યુરોપિયન, મેંગોલિયન સહિત ચીન, સાઉદી અરેબિયા, યુક્રેન તેમજ ભારતમાંથી લદાખ, નળ સરોવર અને માન સરોવરમાંથી પક્ષીઓ આવીને વઢવાણા ખાતે રોકાણ કરે છે. ૧૦ ડિસેમ્બર સુધી વઢવાણા સરોવરમાં ૧૩૭ પ્રજાતિના ૫૭૫૩૦ પક્ષીઓની યાદી નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ આ આંકડો મોટો છે, ગત વર્ષે ડિસેમ્બરમાં ૨૦૦ પ્રજાતિના ૩૨૫૦૬ પક્ષીઓ નોંધાયા હતા. આ પક્ષીઓ માર્ચ સુધી વઢવાણા સરોવરને પોતાનું ઘર બનાવી વસવાટ કરે છે ત્યારબાદ પોતાના દેશ જવા ઉડાણ ભરે છે. 

હાલ વન વિભાગ વઢવાણા સરોવરને 'રામસર સાઈટ' જાહેર કરવા પ્રયત્ન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફક્ત નળ સરોવરને જ 'રામસર સાઈટ' તરીકે જાહેર કરાયું છે. જે વેટલેન્ડ પર સૌથી વધુ યાયાવર પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વર્ષ ૧૯૭૧માં  ઈરાનના રામસર ગામ ખાતે નિષ્ણાતોની મીટિંગ યોજાયેલી અને વિવિધ દેશ વચ્ચે સંધિ થતાં રામસર નામ અપાયું હતું.


Google NewsGoogle News