બીલીના વૃક્ષો હવા શુધ્ધ કરે છે દિવસે-રાત્રે પ્રાણવાયુ આપે છે
બીલીનું વૃક્ષ ઇમારતી લાકડું આપતું નથી એટલે તની ગણના ઇતર વૃક્ષોમાં થાય છે
મહાદેવની પૂજામાં બીલીપત્રોનું ખૂબ મહાત્મ્ય
વડોદરા:મહા શિવરાત્રી એટલે ભગવાન શિવની કૃપા મેળવવા માટેનું મહાપર્વ. આ પર્વે, બીલા વૃક્ષના પાંદડા એટલે કે બીલીપત્રનું દેવાધિદેવ મહાદેવના પૂજનમાં અદકેરૃં મહત્વ છે. એટલે મહા શિવરાત્રિના પવિત્ર પર્વે શિવને પ્રિય બીલીનો મહિમાં અનેરો છે.
શિવજીને પ્રસન્ન કરતાં બીલીપત્રોનું દાતા બીલા વૃક્ષના ફળ, પાંદડા, કૂલ, મૂળ ઔષધ તરીકે બહુવિધ ઉપયોગીતા ધરાવે છે. લાંબુ આયુષ્ય અને વિપરીત પરિસ્થિતિમાં વચ્ચે ટકી રહેવાની તાકાત ધરાવતા બીલીના વૃક્ષો હવાને શુધ્ધ કરે છે. એવી જાણકારી આપતા સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાના નાયબ વન સંરક્ષક કહે છે કે આ વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયુ આપે છે.
બીલી વૃક્ષના ત્રિદલ પર્ણ જાણે કે શિવજીના શિરે લીલા મુગટનો અભાસ કરાવે છે. ગુજરાતીમાં બીલી કે બીલા ના નામે ઓળખાતી આ વનસ્પતિનું વૈજ્ઞાાનિક નામ ઇગલ મારમેલોઝ છે. તે હિન્દીમાં બેલવૃક્ષ અને સંસ્કૃતમાં બિલ્વ ફળ કહેવાય છે.
બીલીનું વૃક્ષ ઇમારતી લાકડુ આપતુ નથી એટલે વન વિભાગમાં તેની ગણના ઇતર ુૃવૃક્ષોમાં થાય છે. ભારતમાં અને ગુજરાતમાં આ વૃક્ષ ખેતરો, ડુંગરો, આશ્રમો અને લોકોના ઘરના વાડા, કોતર, સર્વત્ર જોવા મળે છે. શિવ પૂજનમાં તેના પાનની સાથે ફળનું પણ મહત્વ છે. તેના ફળ કોઠા જેવા ગોળ અને નાના લીબું થી લઇને મોટા નારિયેળ ના કદના હોય છે.
આદિવાસીઓ તેના કાચા ફળનું શાક, અથાણુ બનાવે છે. કાચા બીલાને સૂકવીને કાઢવામાં આવેલો ગર્ભ દવામાં વપરાય છે. પાકા બીલાનું શરબત ઉનાળામાં શરીરને ટાઢક આપે છે. બિલ્વાદી કવાથ, દશમૂલ કવાંથ સહિતની આ યુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે. આમ, દેવને પ્રિય આ વૃક્ષ આરોગ્યના કલ્પવૃક્ષ સમાન છે.
મહા શિવરાત્રીની પવિત્ર રાત્રિએ બીલી વૃક્ષ પર બેસેલા શિકારીએ સાવ અજાણતાં જ બીલી પત્રનો શિવજી પર અભિષેક કર્યો અને તે મોક્ષને પામ્યોહતો તેવી કથા પણ છે.