Get The App

વડોદરામાં પોલીસ ચોકી પાસેથી મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઈકચાલક આરોપીઓ ફરાર

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં પોલીસ ચોકી પાસેથી મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઈકચાલક આરોપીઓ ફરાર 1 - image


Chain Snatching in Vadodara : વડોદરામાં સિયાબાગ મંગળદાસ મહોલ્લામાં રહેતા 40 વર્ષના દક્ષાબેન મહેશભાઈ રાજપુત ગઈકાલે તેમને દેરાણી નીતાબેન રમેશભાઈની સાથે ઘરેથી ફ્રુટ સલાડ લેવા માટે કીર્તિ સ્તંભ ગયા હતા. કીર્તિ સ્તંભ પાસેથી ખરીદી કરી 10:15 વાગે તેઓ ઘરે જતા હતા ત્યારે કીર્તિ સ્તંભ થી બગીખાના ત્રણ રસ્તા તરફ જતા ભેસાણીયા પોલીસ ચોકીથી આગળ હોટલ પેલેસ પાસે 10:30 વાગે રોંગ સાઈડ થી એક મોપેડ પર બે આરોપીઓ આવ્યા હતા અને પાછળ બેસેલા આરોપીએ તેમના ગળામાંથી એક તોલા વજનની સોનાની ચેન તોડી લઈ કીર્તિ સ્તંભ તરફ તેઓ ભાગી ગયા હતા.

દક્ષાબેન તથા તેમના દેરાણીએ બૂમાબૂમ કરતા હોટલમાંથી માણસો દોડી આવ્યા હતા અને મોપેડનો પીછો કર્યો હતો પરંતુ આરોપીઓ ટ્રાફિકમાં કઈ તરફ ગયા તે જણાઈ આવ્યું ન હતું. મોપેડ ચલાવતા આરોપીએ કાળા કલરની ટીશર્ટ પહેરી હતી જ્યારે પાછળ બેસેલા આરોપીએ ગુલાબી કલરની ટીશર્ટ પહેરી હતી. નવાપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે



Google NewsGoogle News