બાપોદ અને દેવગઢબારિયામાંથી બાઇક ઉઠાંતરી ઃ ત્રણ ઝડપાયા

ત્રણ બાઇકની ચોરી કરી હેતમપુરા પાસે સંતાડતા હતાં ઃ એકની દારૃના કેસમાં સંડોવણી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
બાપોદ અને દેવગઢબારિયામાંથી બાઇક ઉઠાંતરી ઃ ત્રણ ઝડપાયા 1 - image

વડોદરા, તા.10 વડોદરા તેમજ દેવગઢબારિયામાંથી બાઇકની ઉઠાંતરી કરી વડોદરા નજીક ઝાડીઓમાં છુપાવીને રાખતા ત્રણ શખ્સોને પોલીસે કેલનપુર પાસેથી ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે કેલનપુર પાસે વરણામા પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે ચોરીની કાળા રંગની એક બાઇક લઇને ત્રણ શખ્સો ડભોઇ તરફ જવાના છે તેવી માહિતીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની બાઇક લઇને ત્રણ શખ્સો આવતા તેમને રોકી ત્રણેની પૂછપરછ કરતાં તેમના નામ સંદિપ રતન બામણીયા (રહે.ખરકાલી, પટેલ ફળિયું, તા.કઠીવારા, અલીરાજપુર, મધ્યપ્રદેશ), ઉમેશ હિમંત બારિયા (રહે.અંકાલી, મોટુ ફળિયું, દેવગઢબારિયા) અને જીગર રાજેન્દ્ર બારિયા (રહે.હોળી ફળિયું, લખના ગોજીયા, તા.ધાનપુર) જાણવા મળ્યું  હતું.

તેમની પાસેની બાઇકના કાગળો માંગતા મળ્યા ન હતા જેથી નંબરના આધારે તપાસ કરતાં માલિકનું નામ પરસોત્તમ સોમાભાઇ પરમાર (રહે.રણછોડનગર, હાલોલ) જાણવા મળ્યું હતું. આ બાઇક સવારે જ ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી હતી જેથી ત્રણે બાઇકચોરીને ભાગતા હોવાનુ ખૂલ્યું  હતું. ત્રણેની કડકાઇથી પૂછપરછ કરતાં ચોરીની વધુ બે બાઇક હેતમપુરા રેલવે ફાટકની નજીક ઝાડીઓમાં વેચાણ માટે સંતાડી હોવાનું જણાવતા પોલીસે ત્યાંથી પણ વધુ બે બાઇક કબજે કરી હતી. આ બે બાઇક પૈકી એક બાઇક બાપોદ અને બીજી દેવગઢબારિયા ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં ઉમેશ બારિયા દારૃના કેસમાં પણ ફરાર હોવાનું બહાર આવ્યું છે.




Google NewsGoogle News