Get The App

રસ્તા આડે ભેંસ ઉતરતાં બાઇક સ્લીપ, ચાલકનું મોત, એક ઘાયલ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
રસ્તા આડે ભેંસ ઉતરતાં બાઇક સ્લીપ, ચાલકનું મોત, એક ઘાયલ 1 - image


અચાનક જોરદાર બ્રેક મારવી પડતાં ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો અને બંને પટકાયા

મોરબી :  વાંકાનેર ચોટીલા નેશનલ હાઈ-વે પર ડબલ સવારી બાઈકમાં બે યુવાન જતા હતા ત્યારે ભેંસ આડી ઉતરતા જોરદાર બ્રેક મારતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતા એકનું મોત થયું હતું.

મૂળ યુપીના વતની અને હાલ વાંકાનેર રહેતા કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદ ચૌધરી નામના યુવાને બાઈક ચાલક પુનાભાઈ મંગાભાઈ વોરા (રહે. રાતીદેવલી તા. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પુનાભાઈ વોરા બાઈક ચલાવતા હતા અને કમલાકાંત પાછળ બેઠા હતા, વાંકાનેર ચોટીલા હાઈવે પર રસ્તામાં ભેંસ આડી ઉતરતા બ્રેક મારતા બાઇક સ્લીપ થયું હતું. જેથી બંને યુવાન બાઈક સહીત રોડ પર પડી જતા કમલાકાન્તને ઈજા પહોંચી હતી. જયારે બાઈક ચાલક પુનાભાઈ વોરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News