mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ક-રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત

Updated: Jun 17th, 2024

ક-રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત 1 - image


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો  સે-૨૧ પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ક માર્ગ ઉપર મોલેકસ કંપનીની સામે ગઈકાલે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર ગોજારીયા ગામના યુવાનનું મોત થયું છે. જે સંદર્ભ સેક્ટર ૨૧ પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતમાં બનાવો સાવ સામાન્ય બની ગયા છે ત્યારે તેની સાથે હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યા છે. ગઈકાલે બપોરના સુમારે શહેરના ક રોડ ઉપર મોલેક્સ કંપનીની સામે પૂર ઝડપે જઈ રહેલા ટ્રકની ટક્કરથી બાઈક સવાર યુવાનનું મોત થયું હતું. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગોજારીયા ગામમાં ઉમા નગર વસાહતમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવાન ચેતન ગોવિંદભાઈ પટેલ ગઈકાલે બપોરના સમયે તેનું બાઈક લઈને શહેરના ક માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મોલેક્સ કંપની સામે પૂર ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે તેના બાઇકને અડફેટે લીધું હતું. જેના પગલે તે રોડ ઉપર પટકાયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ અકસ્માત સર્જીને આ ટ્રકનો ચાલક ટ્રક લઈને ત્યાંથી નાસી છૂટયો હતો. ઘાયલ ચેતનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેના પિતાની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

Gujarat