હાઇવે દેણા ચોકડી નજીક ટ્રેલરની ટક્કરે બાઇક ચાલકનું મોત

યુવક ઘરેથી બાઇક લઇને બહેનને મળવા માટે નીકળ્યો હતો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
હાઇવે દેણા ચોકડી નજીક ટ્રેલરની ટક્કરે બાઇક ચાલકનું મોત 1 - image

વડોદરા,બહેનને મળવા બાઇક લઇને જતા યુવકને હાઇવે પર ટ્રેલર ચાલકે અડફેટે લેતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. જે અંગે હરણી  પોલીસે ટ્રેલર ચાલકની સામે ગુનો દાખલ કર્યો છે.

વડોદરા તાલુકાના કેલણપુર ગામે રોહિત વાસમાં રહેતા ચંદ્રકાંતભાઇ નારણભાઇ રોહિતનો ૨૫ વર્ષનો પુત્ર અલ્પેશ ગઇકાલે બપોરે ચાર વાગ્યે ઘરેથી બાઇક લઇને બહેનને મળવા માટે નીકળ્યો હતો. સાંજે સવા પાંચ વાગ્યે હાઇવે પર દેણા ચોકડીથી આગળ વિશ્વામિત્રી બ્રિજ નજીક એક ટ્રેલર ચાલકે તેની બાઇકને ટક્કર મારતા અલ્પેશને માથા તથા શરીર પર ગંભીર ઇજા થતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું  છે. જે અંગે ચંદ્રકાંતભાઇએ હરણી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેલરના ડ્રાઇવર મોનુકુમાર જગદીશભાઇ પાલ (રહે. તારાપુર ગામ,તા. મવાના, જિ.મેરઠ થાના હસ્તીનાપુર, યુ.પી.) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News