કૂતરૃં રસ્તા વચ્ચે આવી જતા બાઇક સવાર પટકાતા મોત

વતનથી બાઇક લઇને ઘરે પરત આવતો હતો : ચાર દિવસ સારવાર હેઠળ રહ્યો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
કૂતરૃં રસ્તા વચ્ચે આવી જતા બાઇક સવાર પટકાતા મોત 1 - image

વડોદરા,રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક પરથી પટકાયેલા વિદ્યાર્થીને ગંભીર ઇજા થઇ હતી. ચાર દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. 

મળતી માહિતી મુજબ, આજવા રોડ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતો ૧૮  વર્ષનો યશ કમલેશભાઇ વસાવા આઇ.ટી.આઇ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ગત અઠવાડિયે ભારે વરસાદ પડતા તેના વતન વાઘોડિયા તાલુકાના સોમેશ્વરપુરા ખાતે મકાનની દીવાલ ધરાશાયી થતા તે જોવા માટે ગત તા.૧૪ મી એ ગયો હતો. વતનથી તે ઘરે  પરત આવતો હતો. તે સમયે વાઘોડિયા ધીરજ હોસ્પિટલ નજીક રસ્તા વચ્ચે કૂતરૃં આવી  જતા બાઇક સ્લિપ થઇ ગઇ હતી. તેને માથામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેનું મોત થયું હતું. બનાવ અંગે વાઘોડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News