કપુરાઇ ચોકડી પાસે વાહનની અડફેટે બાઇક સવારનું મોત

અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં સયાજીમાં ખસેડાયો

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
કપુરાઇ ચોકડી પાસે વાહનની અડફેટે બાઇક સવારનું મોત 1 - image

 વડોદરા,વાઘોડિયા રોડ  પર રહેતો યુવક ગઇકાલે રાતે બાઇક લઇને કપુરાઇ ચોકડી નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતો ૩૯ વર્ષનો નિરવ દિનેશ કુમાર પંડયા નોકરી કરે છે. ગઇકાલે રાતે સવા દશ વાગ્યે તે બાઇક લઇને કપુરાઇ ચોકડી પાસેથી  પસાર થતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને તેને ટક્કર મારતા  ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.પરંતુ, તેનું મોત નિપજ્યું હતું. નિરવની સાથે અન્ય એક ૪૦ વર્ષના યુવાનને પણ ગંભીર ઇજા થઇ હતી. બનાવ અંગે  વાડી  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News