Get The App

અટલાદરા ખિસકોલી સર્કલ નજીક ક્રેઇનની અડફેટે બાઇક સવાર પ્રૌઢનું મોત

ડભોઇ રોડ કુબેર સિટિ પાસે ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News

 અટલાદરા ખિસકોલી સર્કલ નજીક ક્રેઇનની અડફેટે બાઇક સવાર પ્રૌઢનું મોત 1 - imageવડોદરા,અટલાદરા ખિસકોલી સર્કલ નજીક ક્રેઇનની અડફેટે બાઇક લઇને જતા સિક્યુરિટી સુપરવાઈઝરનંઆ મોત થયું છે. જ્યારે  ડભોઇ રોડ કુબેર સિટિ  પાસે ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું.

પાદરા તાલુકાના સરસવણી ગામ ઇન્દિરા આવાસમાં રહેતા ૫૦ વર્ષના નટવરભાઇ મીઠાભાઇ  રોહિત બિલ ચાપડ રોડ ખાતે આવેલ કાસાલોક સોસાયટીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યે તેઓ બાઇક લઇને  કલાલી ત્રણ રસ્તા ખિસકોલી સર્કલથી વડસર તરફના  રોડ તરફ જતા હતા. તે સમયે એક ક્રેઇનના ચાલકે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સૌ પ્રથમ સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા.  પરંતુ, તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતના  પગલે ક્રેઇન ચાલક સ્થળ પર જ વાહન છોડીને ફરાર થઇ ગયો હતો. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં શહેર  નજીક કિસાનનગરમાં રહેતો સાજીદ સિકંદર ઉર્ફે ફરીદ હુસેન ઈબ્રાહીમ સૈયદ (ઉં.વ. ૨૪) બપોરે પોતાના ઘેરથી સ્કૂટર લઈને સોમા તળાવ ખાતે રહેતા મિત્રને મળવા માટે જતો હતો. તે સમયે રતનપુર પાસે કુબેર સિટિ સોસાયટી સામે રોડ પર પૂરપાટ ઝડપે જતી એક ટ્રકે સાજીદના સ્કૂટરને જોરદાર ટક્કર મારતા રોડ પર પટકાયેલા સાજીદનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સ્થળેથી  થોડે દૂર ટ્રક મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના ત્રીજા બનાવની વિગત એવી છે કે, બરાનપુરા શ્રી ભારતીય વિદ્યાલયની પાછળ રહેતા ૫૯ વર્ષના મનોજભાઇ જેસીંગરાવ ગાયકવાડ ગત ૨જી ફેબુ્રઆરીએ બપોરે રિક્ષા લઇને હાઇવે એપીએમસી માર્કેટમાં શાકભાજી લેવા માટે જતા હતા.દરજીપુરા એરફોર્સ બ્રિજ સર્વિસ રોડ  પરથી પસાર થતા સમયે તેઓને  રિક્ષા ખાડામાં  પડતા પલટી  ગઇ હતી. તેઓને ગંભીર ઇજા થતા  સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા  હતા. પરંતુ, સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News