Get The App

કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક સવારનું મોત

બાઇકની પાછળ બેસેલા યુવકને પણ ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક સવારનું મોત 1 - image

વડોદરા,ઓલ્ડ પાદરા રોડ પર પાછળથી આવતી કારના ડ્રાઇવરે આગળ જતી બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતા  એકનું મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી છૂટેલા કાર ડ્રાઇવરની  અકોટા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

વાડી મહાદેવ તળાવની નજીક ચંદ્રપ્રભા નગરમાં રહેતો રાજ  કૈલાસભાઇ ડ્રાય ફ્રૂટના સ્ટોરમાં નોકરી કરે છે. ગઇકાલે સવારે રાજ તથા જગદીશભાઇ દિનેશચંદ્ર દલાલુ, ઉં.વ.૫૦  (રહે. જય અંબે બિલ્ડિંગ, સોની પોળ, વાડી) બાઇક લઇને સ્ટોર પર નોકરીએ ગયા હતા.રાતે ૯ વાગ્યે તેઓ ઘરે પરત આવતા હતા. ઓ.પી. રોડ મલ્હાર પોઇન્ટથી યોગા સર્કલ વચ્ચે પાછળથી આવતી એક કારના ચાલકે બાઇકને ટક્કર મારતા  બંને જણા રોડ પર ફંગોળાયા હતા. કારનું ટાયર રાજના જમણા હાથ પર ફરી વળતા તે બેભાન થઇ ગયો હતો. તેે સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે જગદીશભાઇને છાતી તથા હાથના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.


Google NewsGoogle News