વાઘોડિયા રોડ પર મહિલાના ગળામાંથી અછોડો તોડીને બાઇક સવાર ફરાર
બાઇક સવાર યુ ટર્ન લઇને પાછા આવ્યા અને અછોડો તોડીને ભાગી ગયા
વડોદરા,પત્ની સાથે ચાલવા નીકળેલી મહિલાના ગળામાંથી એક તોલા વજનનો અછોડો તોડીને બાઇક સવાર લૂંટારાઓ ભાગી ગયા હતા. આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. પંરતુ, અછોડા તોડ લૂંટારાઓ પકડાયા નહતા.
વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે નટરાજ નગરમાં રહેતા ૬૮ વર્ષના હંસાબેન સુમનભાઇ પટેલ ગઇકાલે સાંજે છ વાગ્યે પતિ સાથે નજીકમાં આવેલા કુબેરેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ચાલતા નીકળ્યા હતા. સાડા સાત વાગ્યે તેઓ આશીર્વાદ જ્વેલર્સની બાજુમાંથી ચાલતા જતા હતા. તે સમયે તેમની સોસાયટીના દરવાજામાંથી બાઇક પર બે વ્યક્તિઓ આવ્યા હતા. થોડે આગળ જઇ યુ ટર્ન લઇને તેઓ પરત આવ્યા હતા અને હંસાબેનના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયા હતા. હંસાબેને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ, બાઇક સવાર લૂંટારાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. એક તોલા વજનનો અછોડો તોડીને ભાગી ગયેલા બાઇક સવારની પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.