બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા સમયે બાઇક ખાડામાં પડતા મોત

અકોટા બ્રિજ નીચે રેલવે ટ્રેક ઓળંગતા સમયે ટ્રેન સાથે અથડાતા આધેડનું મોત

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા સમયે બાઇક ખાડામાં  પડતા મોત 1 - image

વડોદરા,મિત્રની બર્થડે પાર્ટીમાં  પરત ફરતા સમયે હાલોલ વડોદરા રોડ પર દર્શન હોટલ નજીક બાઇક ખાડામાં ખાબકતા ૧૭ વર્ષના કિશોરનું મોત થયું હતું.

જરોદ ગામમાં રહેતો ૧૭ વર્ષનો કિશોર અને તેનો મિત્ર જરોદ ગામમાં જ અન્ય એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા હતા. ત્યાંથી પરત ઘરે જતા સમયે હાલોલ વડોદરા રોડ પર દર્શન હોટલ નજીક બાઇક ખાડામાં પડી જતા ૧૭ વર્ષના કિશોરને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સૌ પ્રથમ જરોદ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મરનાર કિશોર આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં મૂળ યુ.પી.ના અને હાલમાં અકોટા બ્રિજ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪૭ વર્ષના શિવનારાયણ  પાલ ગઇકાલે રાતે દશ વાગ્યે અકોટા બ્રિજની નીચે રેલવે ટ્રેક ઓળંગતા હતા. તે સમયે ટ્રેન સાથે અથડાતા ખાડામાં  પડી જતા તેઓનું મોત થયું હતું. જે અંગે રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News