બિચ્છુ ગેંગના અસલમ બોડીયાના મોબાઇલ પરથી જેલમાંથી રોજ 40 કોલ થતા હતા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
બિચ્છુ ગેંગના અસલમ બોડીયાના મોબાઇલ પરથી જેલમાંથી રોજ 40 કોલ થતા હતા 1 - image

વડોદરાઃ જેલમાંથી ખંડણી વસૂલવાના ગુનામાં પકડાયેલો નામચીન અસલમ બોડીયાના મોબાઇલ પરથી જેલમાંથી સરેરાશ ૪૦ જેટલા કોલ્સ થતા હોવાની ચોંકાવનારી વિગતો પોલીસને જાણવા મળી છે.

ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક વિનોદ વાયડે પાસે વકીલ અને ઘરખર્ચ બદલ રકમ વસૂલનાર બિચ્છુ ગેંગના નામચીન અસલમ બોડીયાએ ભૂજ જેલમાંથી મોબાઇલ પર ધમકી આપી હોવાથી તેની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે.

આ બનાવમાં પોલીસે અસલમ બોડીયા વતી ઉઘરાણીનું કામ કરનાર બે સાગરીતો તેમજ તેની પત્નીને ઝડપી પાડતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.તો બીજીતરફ પોલીસે અસલમ બોડીયાને ટ્રાન્સફર વોરંટથી વડોદરા લાવી રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,અસલમ બોડીયાના મોબાઇલની કોલ્સ ડીટેલ હાથ લાગી છે.જે જોતાં જેલમાંથી તેના મોબાઇલ પરથી સરેરાશ ૪૦ જેટલા કોલ્સ થતા હોવાનું જણાઇ આવ્યું છે.જે નંબરો પર કોલ થયા છે તેની ડીટેલ પણ કઢાવવામાં આવી છે અને તેમને  બોલાવી પૂછપરછ કરવામાં આવનાર છે.

અસલમ બોડીયાને જેલ સુધી મોબાઇલ પહોંચાડનાર ઓળખાયા

અસલમ બોડીયા પાસે જેલમાં મોબાઇલ પહોંચાડનારને પોલીસે ઓળખી કાઢ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું છે કે,અસલમ બોડીયો ભૂજ જેલમાં ગયો ત્યારબાદ તેના સુધી મોબાઇલ પહોંચાડવામાં આવ્યો હતો.જેથી અમે તેમને ઓળખી કાઢી પૂછપરછ કરી છે.

હવે મોબાઇલ મોકલવાની ભૂમિકા ભજવનારાના કોર્ટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ નિવેદન લેવાની તજવીજ કરવામાં આવનાર છે.


Google NewsGoogle News