Get The App

ભાલેજના સરપંચના પતિ અને દીકરાએ મહિલાને માર માર્યો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ભાલેજના સરપંચના પતિ અને દીકરાએ મહિલાને માર માર્યો 1 - image


પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો

ખ્રિસ્તી કબ્રસ્તાનની જગ્યામાં ફેન્સિંગ કરવા બાબતે ઉશ્કેરાઈને હુમલો કર્યાની ફરિયાદ 

આણંદ: ઉમરેઠના ભાલેજ ગામે કબ્રસ્તાનની જગ્યામાં ફેન્સિંગ કરવા બાબતે ગામના મહિલા સરપંચના પતિ અને દીકરાએ મહિલાને માર માર્યો હતો. આ અંગે ભાલેજ પોલીસે પિતા-પુત્ર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાલેજ ગામના ખ્રિસ્તી મહોલ્લાની બાજૂમાં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનની જગ્યા આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી પંચાયત દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યા ખુલ્લી હોવાથી તાજેતરમાં સમાજના લોકોએ એકત્ર થઈ આ જગ્યા ફરતે ફેન્સિંગ કરવાનું નક્કી કર્યું હતું. જેથી ગત શનિવારે નિર્મળાબેન ઈસુદાસ ચૌહાણ (રહે. ખ્રિસ્તી મહોલ્લા) અને સમાજના અન્ય અગ્રણીઓ કબ્રસ્તાનની જગ્યાએ ફેન્સિંગના એસ્ટીમેટ માટે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા હતા. ત્યારે ગામના મહિલા સરપંચના પતિ મહેબૂબમિયા નબીમિયા ઠાકોર અને તેનો દીકરો આફરીન ત્યાં આવ્યા હતા અને મહેબૂબભાઈએ બોલાચાલી કરી અપશબ્દો બોલી અહીંયા ફેન્સિંગ મારવાની ના પાડી છે તેમ છતાં કેમ ફેન્સિંગ મારો છો તેમ કહ્યું હતું. ત્યારે તમને શું વાંધો છે તેમ નિર્મળાબેને કહેતા ઉશ્કેરાયેલા મહેબૂબભાઈ અને તેના દીકરાએ તેણીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. બાદમાં શખ્સે લાતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. સ્થાનિકોએ સમજાવટથી બધાને છુટા પાડયા હતા. આ અંગે નિર્મળાબેનની ફરિયાદના આધારે ભાલેજ પોલીસે મહિલા સરપંચના પતિ અને દીકરા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News