બ્યુટીફૂલ સિટિ કોમ્પિટિશન: રાજ્યકક્ષાએ વડોદરા કોર્પોરેશનને રાજમહેલ અને જનમહેલ માટે એવોર્ડ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
બ્યુટીફૂલ સિટિ કોમ્પિટિશન: રાજ્યકક્ષાએ વડોદરા કોર્પોરેશનને રાજમહેલ અને જનમહેલ માટે એવોર્ડ 1 - image


અગ્ર સચિવ અશ્વિનીકુમારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સિક્યુરિટી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને એવોર્ડ એનાયત કર્યા

વડોદરા, તા. 12 માર્ચ 2024 શનિવાર

કેન્દ્ર સરકારના અર્બન એન્ડ હાઉસિંગ વિભાગ દ્વારા બ્યુટીફુલ સીટી ની રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગુજરાત સરકારે  ગુજરાતના તમામ શહેરો પાસેથી એન્ટ્રી મંગાવી હતી જેમાં વડોદરા શહેરના રાજમહેલ અને જનમહેલને એવોર્ડ પ્રાપ્ત થયો છે હવે રાજમહેલની  એન્ટ્રી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે તેમ જાણવા મળે છે.

કેન્દ્ર સરકારના અર્બન એન્ડ હાઉસિંગ વિભાગ દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશન રાજ્ય કક્ષાએ 5 કેટેગરી માટે કોમ્પિટિશન યોજાઇ હતી જેમાં વડોદરા કોર્પોરેશનએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં વડોદરા કોર્પોરેશનને 2 કેટેગરી 1 માટે પુરસ્કાર મળ્યો લક્ષ્મી વિલાસ પેલેસ માટે હેરિટેજ/ટૂરિસ્ટ સ્પેસમાં પ્રથમ  સ્થાન મેળવ્યું હતું જ્યારે અર્બન ટ્રાન્સપોર્ટ હબ બજાર અને વાણિજ્ય જગ્યા માટે જન મહેલને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. હેરિટેજ/ટુરિસ્ટ પ્લેસ માટે - લક્ષ્મી વિલાસ પેલેસને પ્રથમ  સ્થાન મેળવતા વડોદરા કોર્પોરેશનની એન્ટ્રી હવે રાષ્ટ્રીય કક્ષાની કોમ્પિટિશનમાં મોકલવામાં આવશે.

ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભમાં વડોદરા કોર્પોરેશનને બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. ગઈકાલે યોજાયેલા એવોર્ડ એનાયત સમારંભમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અને સિક્યુરિટી ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને બે એવોર્ડ એનાયત કર્યા હતા.


Google NewsGoogle News