Get The App

બીસીએ પૂર્વ રણજી પ્લેયર્સને દર મહિને 15000 પેન્શન ચૂકવશે

50 જેટલા પૂર્વ રણજી પ્લેયર્સને તા.1 જાન્યુઆરીથી પેન્શન ચૂકવાશે,વર્તમાન રણજી પ્લેયર્સને બીસીસીઆઇની ફી ઉપરાંત પ્રતિ મેચ 10 હજાર બીસીએ આપશે

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
બીસીએ પૂર્વ રણજી પ્લેયર્સને દર મહિને 15000 પેન્શન ચૂકવશે 1 - image
કોટંબી સ્ટેડિયમની ફાઇલ તસવીર

વડોદરા : બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં પ્રમુખ પ્રણવ અમીને રણજી ટીમના પૂર્વ ખેલાડીઓ માટે પેન્શન યોજનાની જાહેરાત કરી હતી.રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ૨૫થી ઓછી મેચ રમી હશે તેવા ખેલાડીઓ પણ હવે પેન્શનના હકદાર બનશે. 

પ્રમુખે કહ્યું હતું કે બીસીએ એવા ખેલાડીઓની પણ નોંધ લઇ રહ્યું છે જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભલે એક મેચ રમી હોય કે ૨૪ મેચ રમી હોય તેવા ખેલાડીઓને પણ પેન્શન મળશે. આવા ૫૦ જેટલા બીસીએના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓને તા.૧ જાન્યુઆરીથી માસીક ૧૫,૦૦૦ પેન્શન તરીકે ચુકવવામાં આવશે. આ ઉપરાંત રણજી ટ્રોફી ટીમના વર્તમાન ખેલાડીઓ માટે પણ અગત્યની જાહેર કરાઇ હતી કે રણજી પ્લેયરને બીસીસીઆઇ તરફથી ચુકવવામાં આવતી ફી ઉપરાંત બીસીએ તરફથી પણ પ્રતિ દિવસ ૧૦,૦૦૦ ચુકવવામાં આવશે. રિઝર્વ ખેલાડીઓને રૃ.૫ હજાર ચુકવવામાં આવશે.

એપેક્સ કમિટીની બેઠકમાં તાજેતરમાં નિવૃત્ત થયેલા બીસીસીઆઈની પેનલમાં સામેલ સ્કોરર સુહાસ સુપ્રેનુ સન્માન પણ કરવામાં આવ્યુ હતું. સુહાસે છેલ્લે મોતીબાગ મેદાન ખાતે કૂચ બિહાર ટ્રોફી બરોડા-ચંદીગઢની મેચમાં સ્કોર તરીકે સેવા આપી હતી. જ્યારે આ વર્ષે વરસાદના કારણે મુલતવી રહેલી બરોડા પ્રીમિયર લીગ આવતા વર્ષે ૧૫ થી ૨૯ જુન ૨૦૨૫માં કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાશે તેવી જાહેરાત પણ કરાઇ હતી.

પેન્શનનો લાભ વર્ષ 2003 પહેલાના ખેલાડીઓને જ મળશે, મૃતક ખેલાડીઓના પરિવારને ૫૦ ટકા પેન્શન

બીસીએની નવી પેન્શન યોજના પ્રમાણે વર્ષ ૨૦૦૩ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમેલા બીસીએના ખેલાડીઓ આ યોજનાના હકદાર બનશે. સીઇએ સ્નેહલ પરીખે  મહિતી આપી હતી કે વર્ષ ૨૦૦૩ પછી બીસીસીઆઇએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો માટે પોલિસી બદલી હતી તે મુજબ વર્ષ ૨૦૦૩ પછીના ખેલાડીઓને સારી એવી રકમ ચુકવવામા આવે છે. ૧ થી ૨૦  મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૪૦ હજાર, ૨૦ થી ૪૦ મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૫૦ હજાર અને ૪૦થી ઉપર મેચ રમ્યા હોય તેવા ખેલાડીઓને મેચમાં પ્રતિ દિવસ ૬૦ હજાર ચુકવવામાં આવે છે.  

વર્ષ ૨૦૦૩ પહેલાના ખેલાડીઓને પ્રતિ મેચ રૃ.૨૦૦ થી ૩૦૦ જેવી મામુલી રકમ મળતી હતી. આવા ખેલાડીઓ માટે બીસીએ દ્વારા પેન્શન સ્કિમ ચાલુ કરવામાં આવી છે. આ સ્કિમમાં દર પાંચ વર્ષે મોંઘવારી પ્રમાણે વધારો કરવાની પણ જોગવાઇ. બીસીએના જે ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓ મૃત્યુ પામ્યા છે તેમની પત્ની અથવા સંતાનને ૫૦ ટકા એટલે કે ૭ થી ૮ હજાર પેન્શન ચુકવવાની પણ યોજના છે.


Google NewsGoogle News