સુલભ શૌચાલય: કોર્પોરેશનના કરારનો ભંગ કરી વિના મૂલ્યના બદલે વ્યક્તિદીઠ રૂ. પાંચ પડાવ્યા
વડોદરા,તા.16 જુલાઈ 2022,શનિવાર
વડોદરા શહેરમાં સુલભ શૌચાલયનો અભિગમ હવે કોમર્શિયલ બની ગયો છે અને નિયમ વિરુદ્ધ સુલભ શૌચાલયના કર્મચારીઓ રૂપિયા પાંચ પડાવતા હોવાની અનેક ફરિયાદો મળી હોવા છતાં વડોદરા કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વડોદરા શહેરમાં જાહેર શૌચાલય લોક ભાગીદારી થી શરૂઆત કરવામાં આવ્યા જેમાં સુલભ શૌચાલય દ્વારા ઠેર ઠેર સૌચાલય શરૂ કરવામાં આવ્યા હતા જેમાં વડોદરા કોર્પોરેશન સાથે તેઓએ કરાર પણ કર્યા છે આ કરાર મુજબ પુરુષ હોય કે સ્ત્રી હોય તેઓ ને માટે યુરીનલ ની સુવિધા વિના મૂલ્ય પૂરી પાડવાની હોય છે જ્યારે લેટ્રીનની સુવિધા ના નક્કી કર્યા પ્રમાણે પૈસા લેવાના હોય છે અગાઉ સૌચાલયના રૂપિયા બે હતા તેનો ચાર્જ થોડા વખત પહેલાં વધારીને રૂપિયા પાંચ કરવામાં આવ્યો છે પરંતુ નિયમ મુજબ યુરીનલ ની સુવિધા વિનામૂલ્યે આપવાની હોય છે પરંતુ સુલભ સૌચાલય ના સંચાલકો દ્વારા યુરીનલ ની સુવિધા ના પણ પાંચ પાંચ રૂપિયા પડાવતા હોવાના અનેકવાર કિસ્સા બન્યા છે જેને કારણે ઝઘડો પણ થતો હોય છે. છેલ્લા કેટલાક દિવસથી વડોદરામાં ગૌરી વ્રત નિમિત્તે સયાજી બાગમાં બાળાઓ અને મહિલાઓ માટે જ બગીચા ખુલ્લા રાખવામાં આવ્યા હતા તેવી સમયે સયાજી બાગમાં આવેલા સુલભ શૌચાલયમાં મહિલાઓ અને યુવતીઓ યુરીનલની સુવિધા નો ઉપયોગ કરતા હતા ત્યારે તેઓ પાસેથી પાંચ રૂપિયા પડાવવામાં આવતા હતા આ અંગે મહિલાઓએ વિરોધ પણ કર્યો હતો પરંતુ સુલભ શૌચાલયના કર્મચારીઓ મહિલાઓ અંદર ગયા પછી શું કરે છે તેની જાણકારી લેવાની નથી તેવું બહાનું કાઢી પૈસા પડાવી રહ્યા છે જે અંગે સયાજી બાગમાં ગૌરીવ્રત નિમિત્તે આવતી યુવતીઓ અને મહિલાઓએ રજૂઆત પણ કરી છતાં સૌચાલયના સંચાલકો મનસ્વી રીતે નિયમ વિરુદ્ધ નાણા પડાવી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.