વાઘોડિયા રોડ પર દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી, ત્રણ આરોપી ફરાર અને દારૂની 598 બોટલ કબજે

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી,  ત્રણ આરોપી ફરાર અને દારૂની 598 બોટલ કબજે 1 - image

image : Freepik

Liquor Crime in Vadodara : વડોદરામાં બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ ધનલક્ષ્મી સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એક પીકઅપ વાન અને કારમાં વિદેશી દારૂનો જથ્થો આરોપીઓએ ઉતાર્યો છે અને તેનું કટીંગ કરવાની તૈયારીમાં છે. જેથી બાપોદ પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે પીકઅપ વાનમાંથી દારૂનું કટીંગ ચાલતું હતું.

પોલીસને જોઈને આરોપીઓ સ્થળ પર ગાડી અને દારૂ છોડીને ભાગી ગયા હતા. પોલીસએ સ્થળ પરથી બે ગાડી તથા વિદેશી દારૂની 598 બોટલ કિંમત રૂપિયા 73,200 ની કબજે કરી છે. જ્યારે આરોપીઓ વિનોદ નારાયણભાઈ ખટીક રહેવાસી ધનલક્ષ્મી સોસાયટી વાઘોડિયા રોડ તથા ચેતન ખટીક રહે. દંતેશ્વર મકરપુરા તથા શક્તિ રાજપુત રહે.ખોડીયાર નગરની સામે ગુનો દાખલ કરી તેઓને શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News