ચૂંટણી ઇફેક્ટ: બાપોદ પોલીસે બે આરોપીને પાસા હેઠળ અટક કરી જેલમાં મોકલી આપ્યા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ચૂંટણી ઇફેક્ટ: બાપોદ પોલીસે બે આરોપીને પાસા હેઠળ અટક કરી જેલમાં મોકલી આપ્યા 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 23 જાન્યુઆરી 2024 શનિવાર

વડોદરા બાપોદ પોલીસ સ્ટેશનના ગુનાના બે આરોપીને ડેન્જર પર્સન જાહેર કરીને બંનેની પાસા હેઠળ અટકાયત કરીને ભૂજ તથા રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. 

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને આદર્શ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા ગુનાઇત ભુતકાળ ધરાવતા માથાભારે શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલા લેવા તથા તેમના વિરુદ્ધ પાસા અને તડીપારની કાર્યાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેના પગલે બાપોદ પોલીસ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં માથાભારે શખ્સો હરીશ ઉર્ફે ભાયો લાખાભાઇ ગઢવી તથા નગીન  ભગુ ભરવાડની ડેન્જર પર્સન તરીકે પાસા હેઠળ અટકાયત કરીને હરીશ ગઢવીને ભૂજ તથા નગીન ભરવાડને રાજકોટની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News