Get The App

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયરે મૃત ગ્રાહકોની સહીઓ કરી બેંક એકાઉન્ટ ખાલી કરી નાંખ્યા

હેડ કેશિયર અને સફાઇ કરતા કર્મચારીનું કૃત્ય ઃ કુલ ૧૨ ગ્રાહકોના ખાતામાંથી બારોબાર પૈસા ઉપડી જતા કૌભાંડ બહાર આવ્યું

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના   હેડ કેશિયરે મૃત ગ્રાહકોની સહીઓ કરી બેંક એકાઉન્ટ ખાલી કરી નાંખ્યા 1 - image

વડોદરા, તા.27 ડેસર તાલુકાના સાંઢાસાલ ગામની સેન્ટ્ર્લ બેંક ઓફ ઇન્ડિયાના હેડ કેશિયર તેમજ સફાઇ કામ કરતા કર્મચારીએ બેંકના ખાતેદારોની બોગસ સહી કરી ૧૨ ખાતાધારકોના એકાઉન્ટમાંથી રોકડ ઉપાડી ઠગાઇ કરી હતી.

બેંકના હાલના મેનેજર દિપક ગોપાલભાઇ પિલ્લાઇએ હેડ કેશિયર પ્રમોદકુમાર રામનિવાસસીંગ સીંગ (રહે.જાંબુઆ) અને સાફ સફાઇનું કામ કરતા રમેશ સોમાભાઇ ગોહિલ (રહે.સાંઢાસાલ, તા.ડેસર) સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે બેંકમાં એકાઉન્ટ ધરાવતા કેટલાંક ખાતાધારકો મૃત્યુ પામ્યા બાદ પણ એકાઉન્ટમાંથી બોગસ સહી કરી રકમ ઉપાડી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટનામાં પ્રમોદકુમારની સંડોવણી બહાર આવતા તેની વડોદરા રિજનલ ઓફિસમાં બદલી કરી દીધા બાદ સ્પેશિયલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બેંકના ખાતેદારો પૈકી ૧૨ ગ્રાહકોના ખાતામાંથી તબક્કાવાર બારોબાર કુલ રૃા.૧.૫૪ લાખની રકમ ઉપાડવામાં આવી હતી. આ ગ્રાહકો પૈકી ૮ ગ્રાહકો એવા હતા જેઓ મૃત્યુ પામ્યા હતાં તેમ છતાં તેઓના નામની બોગસ સહીઓ કરી વાઉચર દ્વારા રકમ બારોબાર ઉપાડી લેવાઇ હતી.

બંનેની પૂછપરછ કરતાં બંનેએ અમારી ભૂલ થઇ ગઇ છે અને ખોટા વાઉચર બનાવી પૈસા ઉપાડયા છે તેવી કબૂલાત પણ કરી હતી. દરમિયાન બેંક દ્વારા પ્રમોદકુમારના બેંકખાતામાંથી રૃા.૧.૫૪ લાખ કાપી લેવામાં આવ્યા હતા અને કેટલાંક ગ્રાહકોના ખાતામાં ફરી બેલેન્સ કરી આપ્યું હતું.




Google NewsGoogle News