મુજમહુડાની બેન્કના બે એસી આઉટડોર યુનિટ ચોરનાર બે સાગરીત પકડાયા,સુરતનો રિક્ષા ચોર પણ પકડાયાે
વડોદરાઃ વડોદરામાં ચોરીના બનેલા જુદાજુદા બે બનાવના ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
મુજમહુડાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ગઇ તા.૧૭મીએ સાંજે એસીના બે આઉટડોર યુનિટ ચોરાયા હતા. જેના કેમેરામાં ત્રણ યુવકો ટેમ્પામાં આઉટડોર યુનિટ ચોરી જતા દેખાયા હતા.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરની ટીમે ફૂટેજને આધારે અરબાઝખાન હબીબખાન પઠાણ(ફાતેમા કોમ્પ્લેક્સ,હાથીખાના) અને ગોપાલ રમણ ભાઇ પરમાર (ગાર્ડન પાર્ક,દિવાળીપુરા) ને ઝડપી પાડયા છે.જ્યારે,રવિ અગ્રવાલની શોધ જારી છે.
આવી જ રીતે મકરપુરા ડેપો પાછળ ઝવેરનગર પાસેથી છ મહિના પહેલાં ચોરાયેલી રિક્ષા સાથે પોલીસની ઉપરોક્ત ટીમે જામ્બુવામાંથી અસ્પાકશા ઉર્ફે ચાચુ બશીરશા ફકીર(ભેસ્તાન આવાસ,ડીંડોલી, સુરત)ને ઝડપી પાડયો હતો. અગાઉ ચોરી સહિતના ચાર ગુનામાં સંડોવાયેલો આપોરી રિક્ષાની નંબર પ્લેટ કાઢી ફરતો હતો.