Get The App

મકરપુરા જી.આઇ.ડી.સી.માં ટેમ્પોની અડફેટે બેન્કના બ્રાંચ મેનેજરનું મોત

ટેમ્પો ચાલક પોતાના જ ટેમ્પામાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
મકરપુરા જી.આઇ.ડી.સી.માં ટેમ્પોની અડફેટે બેન્કના બ્રાંચ મેનેજરનું મોત 1 - image

વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં કસ્ટમરને મળવા જતા પ્રાઇવેટ બેન્કના બ્રાંચ મેનેજરને ટેમ્પો ડ્રાઇવરે અડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભરૃચ ડી.જી. નગર સોસાયટીમાં રહેતા કુંદનભાઇ સુરેશકુમાર સિંહ ( ઉ.વ.૪૩) મકરપુરા સુશેન સર્કલ પાસે આવેલી એક્સિસ બેન્કમાં બ્રાંચ મેનેજર  હતા. આજે બપોરે તેઓ સ્કૂટર લઇને મકરપુરા જી.આઇ.ડી.સી.માં કસ્ટમરને મળવા માટે જતા હતા. બપોરે સાડા બાર વાગ્યે મકરપુરા જી.આઇ.ડી.સી. ભૂમિ ચાર રસ્તા પાસે એક ટેમ્પો ચાલકે તેઓને અડફેટે લેતા માથા તથા કપાળ પર ગંભીર ઇજા થતા બેભાન થઇને ઢળી  પડયા હતા. અકસ્માત કરનાર ટેમ્પા ચાલક તેઓને પોતાના ટેમ્પામાં જ લઇ  ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે શરૃઆતમાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયુું હતું.


Google NewsGoogle News