mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી વચ્ચે દ્રી સાપ્તાહિક ટ્રેન દોડાવાશે

- ઉનાળા વેકેશનને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

- આગામી 15 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો રદ રહેતા મુસાફરો પરેશાન

Updated: Mar 30th, 2019

બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી વચ્ચે દ્રી સાપ્તાહિક ટ્રેન દોડાવાશે 1 - image

અમદાવાદ,તા.30 માર્ચ 2019,શનિવાર

આગામી ઉનાળા વેકેશનને ધ્યાને લઇને મુસાફરોની સુવિધા માટે રેલવેતંત્ર દ્વારા ભગત કી કોઠી(જોધપુર)-બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી (જોધપુર) દ્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

ટ્રેન નં.૦૪૮૧૭ ભગત કી કોઠી(જોધપુર)થી દર રવિવારે અને બુધવારે ૧૫ઃ૦૦ કલાકે ઉપડશે. જે દર સોમવાર અને ગુરૃવારે ૧૧ઃ૪૫ કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા.૩ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી દોડાવાશે.

તેવી જ રીતે બાન્દ્રા ટર્મિનસથી ટ્રેન નં.૦૪૮૧૮ દર સોમવારે અને ગુરૃવારે ૧૩ઃ૦૫ કલાકે ઉપડશે જે જે દર મંગળવાર અને શુક્રવારે ૦૮ઃ૨૦ કલાકે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન ૪ એપ્રિલથી ૨૯ એપ્રિલ સુધી દોડાવાશે. 

આ ટ્રેન સમદડી, મોકલસર, જાલોર, મોદરાન, મારવાડ, રાનીવાડા, ધાનેરા, ભિલડી, મહેસાણા, અમદાવાદ, વડોદરા, ભરૃચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

ગાંધીધામ-અમૃતસર વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવાશે

આગામી ઉનાળા વેકેશનને ધ્યાને લઇને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામથી અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૦૯૪૫૩ નંબરની ટ્રેન દર સોમવારે સાંજે ૧૮ઃ૩૦ કલાકે ગાંધીધામથી ઉપડશે જે દર બુધવારે રાત્રે ૦૦ઃ૩૦ કલાકે અમૃતસર પહોંચશે. ૧૫ એપ્રિલથી ૨૯ મે સુધી આ ટ્રેન દોડાવાશે.

પરતમાં ૦૯૪૫૪ નંબરની ટ્રેન અમૃતસરથી દર બુધવારે રાત્રે ૦૩ઃ૦૦ કલાકે ઉપડશે. જે બીજા દિવસે સવારે ૮ઃ૨૫ કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન તા. ૧૭ એપ્રિલથી ૨૭ મે સુધી દોડાવાશે.

15 એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો રદ રહેશે

માલગાડીઓનું વધુ પડતું ભારણ થઇ જતા મુસાફર ટ્રેનોને રદ કરવાની ફરજ પડી છે. આગામી તા.૧૫ એપ્રિલ સુધી કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.

પોરબંદર-રાજકોટ, અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ, ગાંધીનગર-આણંદ-ગાંધીનગર મેમુ, આણંદ-ડાકરો-આણંદ મેમુ, મહેસાણા-આબુરોડ-મહેસાણા મેમુ ટ્રેનો રદ કરાઇ છે.

જ્યારે વડોદરા-કોટા-વડોદરા મેમુ ટ્રેનને આગામી તા.૭ એપ્રિલ સુધી વડોદરા-નાગદા વચ્ચે આંશિક રદ કરી દેવામાં આવી છે. 


Gujarat