રેસકોર્સ વિસ્તારની સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજરની જામીન અરજી નામંજૂર

એનઆરઆઇની ૫૫ લાખની એફડી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
રેસકોર્સ વિસ્તારની   સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજરની જામીન અરજી નામંજૂર 1 - image

 વડોદરા,રેસકોર્સ વિસ્તારમાં આવેલી સિટિ યુનિયન બેન્કના પૂર્વ મેનેજરે એનઆરઆઇની એફડીની રૃ.૫૫ લાખની રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. જે ગુનામાં આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

ટ્રાયડન્ટ કોમ્પ્લેક્સ ખાતે આવલી યુનિયન બેન્કમાં તા.૧૦-૧૨-૨૦૧૮ થી ૨-૫-૨૦૨૨ દરમિયાન બ્રાંચ મેનેજર તરીકે  ફાનીકુમાર ફરજ બજાવતા હતા. ત્યારે થ્રીસિયા ઓગસ્ટીન અને બેની મેથ્યુસ નામના એનઆરઆઇ ખાતેદારે તા.૧૭-૭-૨૧ના રોજ રૃ.૫૫ લાખની રકમ એફડી માટે આપી હતી.પરંતુ મેનેજર ફાનીકુમારે  પંકજ મકવાણા નામના ગ્રાહકે આપેલા ચેકમાં ચેડાં કરી એફડીની રકમમાંથી રૃ.૪૫.૮૦ લાખ પંકજ મકવાણાના ઓમ એન્જિનિયરિંગ વર્ક્સ ના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

આ ગુનામાં ઝડપાયેલા આરોપી વેકંટ રામાક્રિષ્ણા ફાનીકુમાર (રહે.વાસ્તુવિહાર,સેક્ટર-૧૬,ખારધર, નવી મુંબઇ હાલ રહે.રિગલ હાઇટ્સ,ન્યુ પલાસીયા,ઇન્દૌર અને મૂળ રહે.આંધ્રપ્રદેશ) ની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીએ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. સરકારી વકીલ એન.યુ.મકવાણાની  રજૂઆતો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ એમ.એમ.સૈયદે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.


Google NewsGoogle News