હરણી લેકઝોન દુર્ઘટનામાં બોટ ઓપરેટરની જામીન અરજી નામંજૂર

ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવાના નિર્ણયમાં હાલના અરજદારે સીધો રોલ ભજવ્યો છે ઃ અદાલત

Updated: May 24th, 2024


Google NewsGoogle News
હરણી લેકઝોન દુર્ઘટનામાં બોટ ઓપરેટરની જામીન અરજી નામંજૂર 1 - image

 વડોદરા,હરણી તળાવમાં લેક ઝોનના નામે ચાલતી બોટિંગ સુવિધામાં તમામ પ્રકારના નિતિ નિયમોને બાજુ પર મુકી દેવાયા હોવાથી મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ૧૪ ના મોત થયા હતા.  આ કેસમાં પકડાયેલા બોટ ઓપરેટરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

ગત તા. ૧૮ મી એ હરણી લેકઝોન દુર્ઘટનામાં  ન્યુ સનરાઇઝ શાળાના ૧૨ બાળકો, એક શિક્ષિકા અને એક મહિલા સુપરવાઇઝર સહિત ૧૪ના મોત થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર ૧૮ આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે પૈકી પહેલા જ દિવસે પોલીસે છ આરોપીઓને ઝડપી પાડયા હતા. બોટ ઓપરેટર નયન પ્રવિણભાઇ ગોહિલ ( રહે.પ્રાર્થના વિહાર ફ્લેટ,સેવાસી - ભાયલી રોડ) હાલમાં જેલમાં છે. તેને જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે. એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.બી.ઇટાલીયાએ નોંધ્યું હતું કે,  આરોપીએ ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવાના નિર્ણયમાં હાલના અરજદારે સીધો રોલ ભજવ્યો છે. અરજદાર ઓછા બાળકોને બેસાડી બીજી ટ્રીપ કરી શક્યા હોત. પરંતુ, તેઓએ એવું કર્યુ નથી. બોટ ઓપરેટર જાણતા હતા કે, સ્થળ પર તરવૈયા કે સ્પીડ બોટ અને પૂરતા લાઇફ જેકેટ નથી. તેમછતાંય ક્ષમતા કરતા વધુ વ્યક્તિઓને બેસાડયા છે. અરજદારને જામીન પર મુક્ત કરવા યોગ્ય કેસ નથી.


Google NewsGoogle News