4વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કરનાર સ્કૂલવાન ચાલકના જામીન નામંજૂર
કોર્ટે નોંધ્યુ કે આ પ્રકારના ગુના દિનપ્રતિદિન વધતા જાય છે માટે જામીન આપી શકાય નહી
વડોદરા : માત્ર ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગ સાથે અડપલાં કરનાર વિધર્મી સ્કૂલવાન ચાલકની પોલીસે અટકાયત કરીને જેલમાં ધકેલી દીધો છે. આ કેસમા હવે ચાર્જશીટ ફાઇલ થઇ જતા આરોપી સ્કૂલવાન ચાલકે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજી કોર્ટે કડક શબ્દોમાં નામંજૂર કરી દીધી છે કે આ પ્રકારના ગુના દિન-પ્રતિદિન વધતા જાય છે, માટે જામીન આપી શકાય નહી.
આટલી નાની ઉમરની બાળકી ઉપર આ બનાવ નકારાત્મક અસરો ઊભી કરશે, આવા કેસમાં ભોગ બનનારની સુરક્ષા વધુ મહત્ત્વની છે
દરમિયાન, અગાઉ સાદીકે વડોદરા કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઇ હતી, જે બાદ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી હતી. જો કે વચગાળાના જામીન ઉપર થોડા દિવસ માટે તે મુક્ત થયો હતો, જે બાદ પોલીસે આ કેસમાં ચાર્જશીટ મૂકતા સાદીકે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેનો સરકારી વકીલ પી.સી.પટેલે વિરોધ કરીને કારણો રજૂ કર્યા હતા કે જો સાદીકને જામીન મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદીને ડરાવી, ધમકાવીને કેસને અસર કરશે અને આરોપીને કાયદાનો ડર નહી રહે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે સાદીકની જામીન અરજી નામંજૂર કરતા એડિશનલ સેશન્સ જ્જ માધુરી ધુ્રવકુમાર પાન્ડેય એ નોંધ્યું છે કે આટલી નાની ઉમરની બાળકી ઉપર આ બનાવ નકારાત્મક અસરો ઉભી કરશે. આવા કેસમાં ભોગ બનનારની સુરક્ષા વધુ મહત્ત્વની છે.