લાંચ લેતા ઝડપાયેલો કોર્પોરેશનના કર્મચારીના જામીન નામંજૂર
ગુનાની ન્યાયોચિત અને વ્યાજબી તપાસ થવી જરૃરી હોવાની અદાલતની નોંધ
વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં બાંધકામ શાખાનો કર્મચારી દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ જેલમાં મોકલી આપ્યો હતો. અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
કિશનવાડીરોડ પર સાંઇડ્રીમ એપાર્ટમેન્ટ નામની બાંધકામ સ્કીમના વિવાદમાં દોઢ લાખની લાંચ લેતા ટીડીઓના પી.એ. યોગેશ દેવજીભાઇ પઢિયાર (રહે.દ્વારકાનગરી, બાપોદ - વાઘોડિયા રોડ) દોઢ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. એસીબીએ ગુનો દાખલ કરી આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો, જે બાદ ે આરોપીએ જામીન અરજી કરી હતી. પણ અદાલતે નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે, આવા ગુનાની સમાજ પર પડતી અસર ધ્યાને લઇને તેની વ્યાજબી અને ન્યાયોચિત તપાસ થવી જરૃરી છે.