મીડિયામાં નામ નહીં ચગાવવા માટે લાંચ લેનાર વડોદરાના કોન્સ્ટેબલની જામીન અરજી ના મંજૂર
- સ્પા સેન્ટરના સંચાલક પાસેથી 8000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી અદાલતેના મંજૂર કરી છે
વડોદરા,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
વડોદરામાં માંજલપુર ખાતે રેડિયન્સ સ્પા એન્ડ સલૂન ચલાવતા નરેન્દ્ર રાજેશભાઈ રાવત વિરુદ્ધ તારીખ 18 ઓક્ટોબર 2023 ના રોજ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો. તેની તપાસ હેડ કોન્સ્ટેબલ આનંદભાઈ રામજીભાઈ વાળા કરતા હતા. તેમનું નામ મીડિયામાં નહીં આપવા મને પોલીસ રિમાન્ડ નહીં માંગવા માટે કોન્સ્ટેબલ આનંદભાઈ વાળાએ 10000 ની લાંચ માંગી હતી. જે અંગે જીસીબીમાં ફરિયાદ થતા એસીબીએ છટકો ગોઠવીને કોન્સ્ટેબલ આનંદભાઈ વાળાને ઝડપી લીધો હતો.
છેલ્લા ત્રણ મહિના ઉપરાંત થી જેલવાસ ભોગવતા હેડે કોન્સ્ટેબલે જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જે અરજી અદાલતે ના મંજૂર કરી છે.