૭૦ કિલો ગૌમાંસ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર
આસોજના મહેબૂબ પાસે જથ્થો લાવ્યો હતો
વડોદરા, દુમાડ ચોકડી પાસે પોલીસે રિક્ષાનો પીછો કરી ગૌમાંસનો જથ્થા સાથે બે જણાને ઝડપી પાડયા હતા.જે ગુનામાં પકડાયેલા રિક્ષા ડ્રાઇવરની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
સમા પોલીસની ટીમ દુમાડ ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક રિક્ષામાં ગૌમાંસ લવાઇ રહ્યું હોવાની માહિતી મળતાં પોલીસે રિક્ષા રોકી હતી.પરંતુ ચાલકે રિક્ષા દોડાવી દેતાં પોલીસે પીછો કરી રિક્ષાને આંતરી હતી.
રિક્ષામાંથી ૭૦ કિલો ગૌમાસનો જથ્થો મળી આવતાં પોલીસે ચાલક સમીર અબ્દુલગફાર શેખ(૩૬ ક્વાટર્સ,મહાવત ફળિયા,હાથીખાના)અને જાફર વહીદભાઇ કુરેશી(એહમદરજા પાર્ક,નવાયાર્ડ)ની અટકાયત કરી બે મોબાઇલ કબજે કર્યા હતા.ગૌમાંસનો જથ્થો આસોજ ગામના મહેબૂબભાઇ પાસે લાવ્યા હોવાનું તેઓએ કબૂલ્યુ હતું. આ ગુનામાં પકડાયેલા આરોપી સમીર શેખે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થઇ છે.