વડોદરામાં 22 કરોડના તતારપુરાની જમીનના કૌભાંડમાં માજી કોંગી અગ્રણી સહિત 4 ની જામીન અરજી નામંજૂર

Updated: May 7th, 2024


Google NewsGoogle News
વડોદરામાં 22 કરોડના તતારપુરાની જમીનના કૌભાંડમાં માજી કોંગી અગ્રણી સહિત  4 ની જામીન અરજી નામંજૂર 1 - image

image : Freepik

Vadodara Land Scam : વડોદરામાં ડભોઇ રોડ પર કેલનપુર નજીક આવેલા તતારપુરા ગામની ખેતીની 72 વીધા જમીનના કૌભાંડમાં પકડાયેલા ચાર આરોપીઓની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

અંકલેશ્વરના આંબોલીરોડ પર સપના સોસાયટીમાં રહેતા ફૈઝલહુસેન મખદુમ સૈયદે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, મારા દાદા લતીઉદ્દીનની 1,75,230 ચો.મી. જમીન તતારપુરામાં આવેલી છે. જેની હાલની બજાર કિંમત 22 કરોડ થાય છે. આ જમીન કનુભાઇ છગનભાઇ પટેલ (રહે.કબીર કોમ્પ્લેક્સ, મકરપુરા રોડ) અને ઘનશ્યામ બાબરભાઇ પટેલ (રહે.કેલનપુર) વગેરેએ બોગસ દસ્તાવેજોના આધારે પચાવી લીધી હતી. આ ગુનામાં પકડાયેલા કનુ પટેલ, ઘનશ્યામ બાબરભાઇ પટેલ, પ્રમોદ શનાભાઇ પટેલ તથા નિલેશકુમાર ઘનશ્યામભાઇ પટેલ ( ત્રણેય રહે. કેલનપુર) ના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થવા માટે ચારેય આરોપીઓએ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થઇ છે.


Google NewsGoogle News