ઉંડેરામાં ધીરજની હત્યા કરનાર મિત્ર આયુષે કહ્યું,મારી બહેનનો વીડિયો બતાવી ગાળો આપતો હતો
હત્યારા આયુથને બે દિવસના રિમાન્ડ,હત્યાના બનાવનું રિકન્સ્ટ્ર્ક્શન કરાવ્યું
વડોદરાઃ ઉંડેરામાં મિત્રની હત્યા કરનાર આયુષને બનાવના સ્થળે લઇ જઇ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યંુ હતું.પોલીસે હત્યામાં વપરાયેલો છરો પણ કબજે કર્યો હતો.
ઉંડેરામાં જૂની ગાયત્રી વિદ્યાલયમાં મકાનો ભાડે આપીને લોકોને રાખવામાં આવે છે.જે દરમિયાન એક રૃમમાં બિહારના ચાર મિત્રો રહેતા હતા ત્યારે ધીરજ દાસ અને આયુષ યાદવ નામના બે મિત્રો વચ્ચે બોલાચાલી થતાં આયુષે કેબલ કાપવાનો છરો પેટમાં હુલાવી ધીરજની હત્યા કરી હતી.
આ બનાવમાં હત્યારો આયુષ યાદવ ગુજરાત છોડી જાય તે પહેલાં તેને અમદાવાદથી પકડી લેવામાં આવ્યો હતો.જવાહરનગર પોલીસે હત્યારાને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે હત્યારાને સ્થળ પર લઇ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યંુ હતું.આ દરમિયાન હત્યારાએ કબૂલ્યું હતું કે,મરનાર ધીરજ દાસ તેની બહેનનો વીડિયો બતાવતો હતો અને બહેનને ગાળો દેતો હોવાથી મને લાગી આવ્યું હતું.પોલીસે આયુષે બાથરૃમ પાસે ફેંકી દીધેલો છરો કબજે કર્યો હતો.