સેન્ટ્રલ જીએસટી દ્વારા તા.૪ સુધી તકેદારી જાગૃતિ સપ્તાહ
તા.૪ના રોજ વડોદરા, હાલોલ, ભરૃચ અને અંકલેશ્વરમાં ફરિયાદ નિવારણ શિબિર
બુધવાર તા.30 વડોદરામાં સેન્ટ્રલ જીએસટી દ્વારા 'રાષ્ટ્રની સમૃદ્ધિ માટે અખંડિતતાની સંસ્કૃતિ' થીમ સાથે તારીખ ૨૮ ઓક્ટોબરથી ૩ નવેમ્બર દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહ ૨૦૨૪ મનાવવામાં આવી રહ્યું છે. આ પહેલના ભાગરૃપે, કરદાતાઓ માટે ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૪ નવેમ્બરના રોજ સવારે ૧૧ થી બપોરે ૧.૩૦ સુધી આ શિબિર યોજાવાની છે. જેમાં કરદાતાઓને હાજર રહેવા જણાવાયું છે. આ શિબિરમાં કરદાતાઓ સેન્ટ્રલ જીેસટીને લગતી પોતાની ફરિયાદો અને તકલીફો રજૂ કરી શકશે. વડોદરામાં કમિશનરની કચેરી, સી જીએસટી અને સીઈ વડોદરા-૨ જીએસટી ભવન, સુભાનપુરા, હાલોલમાં દદનીશ કમિશનરની કચેરી, વિભાગ-૧, ૨ અને ૩, સીજીએસટી પ્લોટ નં.૬૨૨ સામે જીઆઈડીસી- હાલોલ, ભરૃચમાં મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ ૬ અને ૭, સી જીએસટી ભવન, અમી ધારા ટાઉનશીપ સામે, ગેસ કંપની, કણબીવગા- ભરૃચ, અંકલેશ્વરમાં મદદનીશ કમિશનર કચેરી, વિભાગ ૮, ૯, ૧૦, ૧૧, સેન્ટ્રલ જીએસટી, સી/૪/૯, રોશન સિનેમા પાસે, સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઈઝ રોડ, અંકલેશ્વર ખાતે શિબીર યોજાશે. વડોદરા કમિશનર સી જીએસટી અને સીઈ વડોદરા-૨ દ્વારા કરદાતાઓને આ શિબિરનો લાભ લેવા જણાવાયું છે.