ગરબા જોવા માટે નીકળેલા યુવાનની ચપ્પુના ઘા મારી જાહેરમાં હત્યાનો પ્રયાસ

ચાર શખ્સો જીવલેણ ઇજા પહોંચાડી ફરાર થઇ જતા શોધખોળ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ગરબા જોવા માટે નીકળેલા યુવાનની ચપ્પુના ઘા મારી  જાહેરમાં હત્યાનો પ્રયાસ 1 - image

વડોદરા, તા.25 શહેરના રાજમહેલરોડ પર ગરબા જોવા માટે નીકળેલા યુવાનનો અન્ય યુવાનને ધક્કો વાગતા થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાનને ઘેરીને જાહેરમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતા વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બકરાવાડી વિસ્તારમાં રહેતા રવિ નામના યુવાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રાત્રે વીર ભગતસિંહચોક ખાતે ગરબા જોવા જવાનું  હોવાથી રાજમહેલરોડ પર ઉભેલા મારા કાકીને લેવા માટે ગયો હતો અને કાકીને લઇને હું ગાંધી ઝેરોક્ષ દુકાન પાસેથી નીકળતો હતો ત્યારે સફેદ રંગનો શર્ટ પહેરેલ એક નયન નામના શખ્સને ભૂલથી ધક્કો વાગી જતાં નયને અપશબ્દો બોલાવનું શરૃ કર્યુ હતુ અને ધક્કો કેમ માર્યો તેમ કહી ઝઘડો કર્યો  હતો.

બાદમાં નયનના અન્ય સાગરીતો મિતેષ, ક્રિષ્ણા અને કરમુ ત્યાં આવીને મને ઘેરી લીધો  હતો. નયને પોતાની પાસેનું ચપ્પુ ખિસ્સામાંથી કાઢી મને પેટમાં, છાતીમાં, પડખામાં તેમજ કમરના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા હતાં જ્યારે અન્યએ મને ફેટો તેમજ ગડદાપાટુ માર માર્યો હતો. બૂમાબૂમના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને એક તબક્કે નાસભાગ મચી ગઇ હતી. હુમલા બાદ ચારેય શખ્સો ફરાર થઇ ગયા  હતાં. 

ઇજાગ્રસ્ત રવિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તેની  હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નવાપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News