શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પર જીવલેણ હુમલો

સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે જ હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પર જીવલેણ હુમલો 1 - image

શહેરા તા.૧૦ શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પર શહેરાના સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં નેતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શહેરા તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકી પોતાની ગાડીમાં કામ અર્થે આજે સવારે શહેરા આવ્યા હતા તે સમયે શહેરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે કેટલાક અજાણ્યા શખ્સો જે.બી.સોલંકી કાંઈ સમજે એ પહેલાં તેમના પર તૂટી પડયા હતા અને હિચકારો હુમલો કરતા જે.બી.સોલંકીના પગે કોઈ મજબૂત વસ્તુ મારતા પગે ફ્રેક્ચર થયું હતું.

સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે થયેલા હુમલા બાદ અજાણ્યા ઈસમો ત્યાંથી ભાગી છૂટયા હતા અને જે.બી.સોલંકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાંથી તેઓને ખાનગી દવાખાને ખસેડયા હોવાની માહિતી મળી છે. પોલીસને ઘટનાની જાણ થતાં શહેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે. પોલીસ દ્વારા રાત્રે ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News