Get The App

શાહપુરામાં ૧૫થી ૨૦ શખ્સોનો હુમલો પિતા, માતા અને બે પુત્રોને માર માર્યો

હુમલાખોરોએ મહિલાના વાળ ખેંચી ટેબલ ફેન માર્યો ઃ ઇકોના કાચ તોડી નાંખ્યા

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
શાહપુરામાં ૧૫થી ૨૦ શખ્સોનો હુમલો પિતા, માતા અને બે પુત્રોને માર માર્યો 1 - image

વડોદરા, તા.16 પોર પાસે થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખી કજાપુરા ગામના શખ્સો મારક હથિયારો સાથે શાહપુરા ગામે જઇને એક ઘરને ઘેરી હુમલો કરતાં માતા-પિતા અને બે પુત્રોને માર માર્યો  હતો. હુમલાખોરોએ ઇકો ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતાં.

વડોદરા તાલુકાના શાહપુરા ગામે રહેતા કૃણાલ વિનુભાઇ વણકરે વરણામા પોલીસ સ્ટેશનમાં કજાપુરા ગામમાં રહેતા અમિત છત્રસિંહ પાવા, રોહન રણજીત પાવા, અક્ષય ઉદેસિંહ પાવા, કરણ રામસિંગ પાવા, વિશાલ સુરેશ પાવા, જિગ્નેશ સુરેશ પાવા અને ડભોઇ તાલુકાના મહંમદપુરા ગામના રોનક દિનેશ પાવા તેમજ અન્ય ૧૨થી ૧૩ શખ્સો સામે વરણામા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ એક્ટ મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું હર્બલ પ્રોડક્ટનો ધંધો કરું છું.

ગઇ સાંજે પત્નીને પાદરાના ધાયજ ગામે પિયરમાં મૂકી મારી ઇકો ગાડી લઇને પરત ઘેર આવતો હતો ત્યારે પોર વિશ્વકર્મા મંદિર ત્રણ રસ્તા પાસે આગળ ઉભેલી એક બાઇકને સાઇડ પર હટાવવા માટે હોર્ન મારતાં બાઇકચાલક તેમજ તેની સાથેનો શખ્સ ઉશ્કેરાઇ ઝઘડો કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેને અપશબ્દો બોલવાનું ના કહેતાં તેઓ મારવા દોડતા હું મારી ઇકો લઇને ભાગ્યો હતો જેથી તેઓ પણ મારી પાછળ પીછો કરવા લાગ્યા હતાં. બાદમાં હું ઘેર પહોંચીને ઇકો મૂકીને ઘરની અંદર જતો રહ્યો હતો.

દરમિયાન રાત્રે નવ વાગ્યાની આસપાસ ૧૫થી ૨૦ શખ્સો બાઇક લઇને ઘેર આવ્યા હતા અને ઘરના ઉઁબરા પાસે આંગણવાડીના હિસાબો લખતી માતા નિરુબેનના વાળ ખેંચી ટેબલ ફેન મારી ઇજા પહોંચાડી હતી જ્યારે મને તેમજ મારા ભાઇ નિલેશ અને પિતાને લાકડી તેમજ ગરદાપાટું માર માર્યો  હતો. આ વખતે ગામના લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ઇકોના કાચ તોડી ભાગી ગયા હતાં.




Google NewsGoogle News