Get The App

વાઘોડિયા રોડ પર સ્ટેટ બેંકના એટીએમ ને તોડવાની કોશિશ

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર સ્ટેટ બેંકના એટીએમ ને તોડવાની કોશિશ 1 - image


Image: Freepik

વાઘોડિયા રોડ વૃંદાવન કોમ્પ્લેક્સ પૂનમ કોમ્પ્લેક્સ પાસે આવેલા state bank ના એટીએમ ને તોડવાની કોશિશ કરવામાં આવી હતી જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલી state bank of india માં મેનેજર તરીકે નોકરી કરતી મહિલાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈ કાલે સવારે  હું મારી બેંકની નોકરી પર આવી હતી તે સમયે એસબીઆઇ બેન્કના એટીએમ ચેનલ મેનેજર એ મને ફોન કરીને કહ્યું હતું કે પૂનમ કોમ્પ્લેક્સ પાસે વૃંદાવન કોમ્પ્લેક્સમાં આપના સ્ટેટ બેંકના એટીએમ માં છેડછાડ થયેલી છે જેથી મેં જોનલ સિક્યુરિટી ઓફિસરને જાણ કરી હતી ત્યારબાદ પણ તે atm પર ગઈ હતી 10 એક મિનિટમાં જોનલ ઓફિસર આવી ગયા હતા. અમે ચેક કરતા એટીએમ તોડવાની કોશિશ થઈ હતી ત્યાં પોલીસ પણ હાજર હતી જે એટીએમમાં જોતા એટીએમ નું મેઈનડોર કોઈ સાધન વડે તોડી  પાસવર્ડનું બટન તેમજ  બધા ડિજિટલ લોક તથા તેના વાયરો તૂટેલી હાલતમાં હતા ચેક કરતા એક બાઈક પર બે આરોપીઓ આવ્ય હોવાનું જણાયું હતું . સીસીટીવી ચેક કરતા બે આરોપીઓ બાઈક પર આવ્યા હતા.થોડીવાર તેઓ બહાર એકબીજા સાથે વાતચીત કરી હતી ત્યારબાદ એટીએમમાં રૂમમાં પ્રવેશી તોડવાની કોશિશ કરતા હોવાનું જણાવ્યું હતું જેથી એ પોતે તારીખ ત્રીજીની રાત્રે 11:15 થી 11: 55 દરમિયાન ના હતા. atm ને 75 હજારનું નુકસાન થયું હતું પરંતુ કોઈ રોકડ રકમની ચોરી થઇ નહતી.


Google NewsGoogle News