ભાણિયાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મામાનો હત્યાનો પ્રયાસ

કારમાં ઘેર મૂકી જવાની ના પાડતાં જ મામા ઉશ્કેરાયા અને ઝગડો કર્યો ઃ ચપ્પુના હુમલામાં અન્ય એકને ઇજા

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
ભાણિયાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી મામાનો હત્યાનો પ્રયાસ 1 - image

વડોદરા, તા.18 સાવલી તાલુકાના કુનપાડ ગામ પાસે ચાલુ કારમાં ઝઘડો થતાં મામાએ કાર ડ્રાઇવિંગ કરતાં ભાણિયાના પેટમાં ચપ્પાના ઉપરાછાપરી ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં અન્ય એક શખ્સ પણ ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે સાંકરદા ગામે મહાકાળી મંદિર સામે રહેતો હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તા.૧૬ના રોજ હિતેન્દ્રસિંહ તેના ખાસ મિત્ર અતુલ કાળુભાઇ ચુનારા અને તેના કુંટુંબી મામા ચન્દ્રકાંત સુકાભાઇ ચુનારા(રહે.દેદરડા તા.બોરસદ) કારમાં બેસીને અતુલની માસીની પુત્રીના ઘેર લામડાપુરા ગામે ગયા હતાં.

રાત્રિરોકાણ ત્યાં કર્યા બાદ સવારે ત્રણે કારમાં બેસીને પરત આવતા હતા ત્યારે ચન્દ્રકાંતે અતુલને જણાવેલ કે હું તને રૃા.૨૦૦નું પેટ્રોલ પુરાવી આપીશ, તું મને મારા ઘેર દેદરડા મૂકી જજે પરંતુ અતુલે ના પાડતાં ચન્દ્રકાંતે ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો. બાદમાં અતુલે કુનપાડ ગામ પાસે રોડની સાઇડ પર કાર ઊભી રાખતાં જ ચન્દ્રકાંત કારમાંથી નીચે ઉતર્યો હતો અને ડ્રાઇવર સાઇડ પર જઇને કારનો દરવાજો ખોલી અતુલના પેટમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારતા પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતાં. આ વખતે હિતેન્દ્રસિંહ બચાવવા વચ્ચે પડતાં ચન્દ્રકાંતે તેને પણ મોંઢાના ભાગે ચપ્પાના ઘા મારતા હિતેન્દ્રસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઉપરોક્ત બનાવ અંગે મંજુસર પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી ચન્દ્રકાંતની ધરપકડ કરી હતી.




Google NewsGoogle News