મારી પત્ની સામે જુએ છે, કહીને યુવાન પર પાઇપ વડે હુમલો કર્યો
ગાંધીનગરના વલાદ ગામનો બનાવ
આરોપીનો ભાઇ અને માતા સહિત ચાર વ્યક્તિ ફરી વળતાં ઇજા પામેલા યુવાનને ૧૦૮ દ્વારા સારવારમાં ખસેડાયો
ગાંધીનગર : ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કામ કરતા અને વલાદ ગામે રહેતાં યુવાનને તું મારી પત્ની સામે કેમ જુએ છે, તેમ કહીને લોખંડના પાઇપ તથા ગડદા પાટુનો માર મારવામાં આવતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવારમાં ખસેડાયો હતો. ગામના જ રહેવાસી યુવક અને તેના ભાઇ તથા માતા સહિત ચાર વ્યક્તિ સામે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ બનાવ બારામાં ગાંધીનગરના વલાદ ગામે રાવળવાસમાં રહેતાં ૨૩
વષય નોકરિયાત યુવાન પરેશ દિનેશભાઇ રાવળે ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવેલી
ફરિયાદમાં આરોપી તરીકે વલાદ ગામનાં જ રહેવાસી સાગર દશરથભાઇ રવાળ, જિગ્નેશ દશથભાઇ
રાવળ, શારદાબેન
દશરથભાઇ રાવળ અને વિજય રાવળને દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરેશ રાયસણ
સ્થિત જીઆઇડીએમમાં નોકરી કરતો હોય તેના સાથી સંજય રાવળ સાથે રાત્રે ૮ વાગ્યાના
અરસામાં ત્યાં પહોંચીને સહી કરતો હતો. તે વખતે આરોપીઓ આવી પહોંચ્યા હતાં અને હુમલો
કરી દીધો હતો. આરોપીએ બરડામાં લોખંડની પાઇપ મારી દેતા પરેશ નીચે પડી ગયો હતો.
ત્યારે આરોપીએ મારા ઘર સામે નજર કરીશ તો જીવતો નહીં રહે તેવી ધમકી પણ આપી હતી.