Get The App

લવમેરેજ કરનાર પતિએ પત્નીને કહ્યું,મારી બીજી પ્રેમિકા ભાજપની કાર્યકર છે તું કાંઇ બગાડી નહિં શકે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
લવમેરેજ કરનાર પતિએ પત્નીને કહ્યું,મારી બીજી પ્રેમિકા ભાજપની કાર્યકર છે તું કાંઇ બગાડી નહિં શકે 1 - image

વડોદરાઃ લવમેરેજ કરનાર પતિ બીજી યુવતીના ચક્કરમાં ફસાતાં પત્ની પર અમાનુષી ત્રાસ ગુજારવા માંડયો હતો.જેથી પત્નીએ કેસ કરવાની ધમકી આપતાં પતિએ મારી પ્રેમિકા ભાજપની કાર્યકર હોવાનું કહી પત્નીને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.આખરે પત્નીએ અભયમની મદદ લીધી હતી.

પ્રતાપનગર વિસ્તારમાં રહેતી મહિલાએ કહ્યું હતું કે,મારા લવમેરેજ થયા છે અને છેલ્લા કેટલાક સમયથી પતિની હરકતો બદલાઇ જતાં મને શંકા થવા માંડી હતી.પતિ વહેલીસવારે નીકળી જતો હતો અને કલાકો સુધી બહાર રહેતો હતો.હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મને મૂકીને ચાલ્યો જતો હતો.

એક વાર પતિનો મોબાઇલ હાથમાં આવી જતાં તેમાં એક યુવતીના ફોટા જોઇ શંકા પડી હતી.જેથી પતિને પૂછતાં તેણે ગલ્લાતલ્લા કર્યા હતા.મહિલાએ કેસ કરવાની ધમકી આપતાં પતિએ કહ્યું હતું કે, ફોટાવાળી યુવતી ભાજપની કાર્યકર છે.તું કાંઇ બગાડી શકે તેમ નથી.

મહિલાએ ક્હ્યું છે કે,પતિ વારંવાર મારઝૂડ પણ કરતો હતો અને ગળું દબાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.આખરે    અભયમની મદદ લેતાં પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.પતિએ પત્નીની લેખિતમાં માફી માંગી હતી અને હવેથી મારે ફોન રાખવો નથી તું જ રાખ તેમ કહી ફોન પણ આપી દીધો હતો.


Google NewsGoogle News