Get The App

એ.ટી.એમ. કાર્ડ મેળવી છેતરપિંડી કરતા આરોપીને પાસા

મારામારી અને હત્યાની કોશિશના ગુનાના આરોપીની પાસામાં અટકાયત

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
એ.ટી.એમ. કાર્ડ મેળવી છેતરપિંડી કરતા આરોપીને પાસા 1 - image

વડોદરા,એ.ટી.એમ. કાર્ડ મેળવી રૃપિયા ઉપાડી લઇ છેતરપિંડી કરતા આરોપી તથા  હત્યાની કોશિશના ગુનામાં પકડાયેલા આરોપીની  પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

પાણીગેટ કુંભારવાડામાં રહેતા સાગર કૈલાસભાઇ વાઘેલાની સામે પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં મારામારી અને હત્યાની કોશિશના ત્રણ ગુનાઓ નોંધાયા હતા.પીસીબી  પોલીસે આરોપીની પાસા  હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં એ.ટી.એમ.માં રૃપિયા ઉપાડવા જતા લોકોના એ.ટી.એમ. કાર્ડ મેળવી રૃપિયા ઉપાડી લઇ છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી તુષાર અનિલભાઇ કોઠારી (રહે. ભાઇલાલ દાદાની ચાલી, આણંદ) સામે પાણીગેટમાં બે અને રાવપુરામાં એક ગુનો દાખલ થયો હતો. આરોપીની પાસા હેઠળ અટકાયત કરી  પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ATMAccused

Google NewsGoogle News