Get The App

ચપ્પુની અણીએ પરિણીતાને હોટલમાં લઇ જઇ બળાત્કાર

વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી : પરિણીતાના પતિને માર માર્યો

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ચપ્પુની અણીએ પરિણીતાને હોટલમાં લઇ જઇ બળાત્કાર 1 - image

 વડોદરા,પરિણીતાને ચપ્પુની અણીએ છાણી જકાતનાકા વિસ્તારની એક હોટલમાં લઇ જઇ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી તેનો વીડિયો આરોપીએ ઉતાર્યો હતો. ત્યારબાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં રહેતી આધેડ વયની પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૧ મી એ આરોપી જીતીન સોલંકી મને ચપ્પુ બતાવી છાણી જકાતનાકા ડાઉન - ટાઉન શો રૃમની સામે આવેલી હોટલ અયાન્સના રૃમમાં લઇ જઇ જબરજસ્તીથી નિર્વસ્ત્ર કરી દઇ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ મારા ફોટા પાડી વીડિયો પણ ઉતાર્યો હતો. દોઢ વર્ષ સુધી આરોપીએ મારા ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ આરોપી નંદુ સોલંકી મારફતે મારા પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ નંદુ સોલંકીને મારા પતિની પાછળ લગાડી તેમની વર્તણૂંક અંગેની માહિતી મેળવી હતી. જીતીન સોલંકીના કહેવાથી આરોપી નંદુ સોલંકી તથા ચંદ્રકાંત દાઢીએ મારા  પતિને ફોન કરી ગાળો બોલી ધમકી આપી હતી. નંદુ સોલંકીએ મારા પતિને તમાચા મારી દીધા હતા.

બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ કયા વિસ્તારના છે. તે અંગે પણ પોલીસે તપાસ શરૃ કરી છે. આરોપી જીતીન  સુરેશભાઇ સોલંકી (રહે.રાંદલ ધામ સોસાયટી, ઉમીયા નગરની બાજુમાં, ચાણક્યપુરી, સમા) અને ફરિયાદી વચ્ચે સંપર્ક કઇ  રીતે થયો ? બંને એકબીજાને કઇ રીતે ઓળખતા હતા, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે પરિણીતાના પતિને ધમકી આપનાર નંદુ સોલંકી ( રહે. નવાયાર્ડ) તથા ચંદ્રકાત દાઢી પણ ગુનો દાખલ થયા પછી ફરાર થઇ  ગયા છે.


Google NewsGoogle News