રાતે અચાનક જ ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો

વાસણા - ભાયલી રોડ અને ગોરવામાં ઝાડ પડયું : કોઇ જાનહાનિ થઇ નહીં

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
રાતે અચાનક જ ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો 1 - image

વડોદરા,શહેરમાં ગણેશ વિસર્જનની રાતે અચાનક  ભારે  પવન સાથે વરસાદ પડતા વિસર્જન યાત્રામાં સામેલ લોકોએ ઉતાવળ કરી હતી. ભારે પવનમાં મૂર્તિને કોઇ નુકસાન ના તાય તેની તકેદારી પણ રાખી હતી. 

અંનત ચતુર્દશીના દિવસે સવારથી ઉઘાડ અને ઉકળાટ રહ્યા બાદ રાતે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા અને ભારે પવન ફૂંકાવાની શરૃઆત પછી વરસાદ પડયો હતો. ડી જે સિસ્ટમ સાથે નીકળેલી શોભાયાત્રામાં સામેલ લોકોએ મૂર્તિ વહેલી તકે વિસર્જન સ્થળ સુધી  પહોંચાડી હતી. પવનની ગતિ વધારે  હતી.પરંતુ, વરસાદ બહુ  પડયો નહતો.શહેરના તમામ વિસર્જન સ્થળોએ પોલીસે પણ ઝડપથી વિસર્જન સંપન્ન થાય તેવી કામગીરી હાથ ધરી હતી.

અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે વાસણા ભાયલી રોડ પર  પાર્ક કરેલી કાર પર ઝાડ  પડયું હતું. તેવી જ રીતે ગોરવા આઇટીઆઇ પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે, સદ્નસીબે કોઈને ઇજા થઇ નહતી. ફાયરબ્રિગેડે વિસર્જન યાત્રામાં 

ોેકોઇ અડચણ ના થાય તે માટે ઝડપી કામગીરી હાથ ધરી હતી.


Google NewsGoogle News