Get The App

આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા 1 - image

દાહોદ એસીબીએ છટકું ગોઠવ્યું : ઝાલોદ મનરેગા શાખાના

પાણીના નાળા બનાવવાની કામગીરી અંગે   ૪૨,૯૩,૪૧૧ મંજૂર કરવા આરોપીએ લાંચની માંગણી કરી હતી 

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ મનરેગા શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરે મનરેગા યોજના હેઠળ કરેલ કામગીરી માટે ફરિયાદી પાસે ટકાવારીના નાણાંની માંગણી કરતાં અને ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા ન હતી.દાહોદ એ.સી.બીનો સંપર્ક કરી છટકું ગોઠવતાં લાંચિયા કર્મચારીને લાંચના નાણાં સ્વીકારતા એ.સી.બીના છટકામાં રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે.

ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના અંતર્ગત કરેલા કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરિયાદીના કુલ ચાર બિલોના રૂ.૪૨,૯૩૪૧૧ મંજૂર થવા સારું ફરિયાદીએ આ કામના આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર(કરાર આધારિત)તાલુકા પંચાયત કચેરી ઝાલોદને કાયદેસરની પ્રક્રિયા અનુસાર આપેલા હતા.જે બીલો મંજૂર કરી આપવા છટકામાં રંગે હાથ ઝડપાયેલ આરોપીએ કુલ રકમની ૧૦ ટકા રકમ ફરિયાદી પાસે માંગણી કરતા ફરિયાદી પાસે પૂરા પૈસાની સગવડ નહીં હોવાથી ફરિયાદીએ આરોપીને રૂ.૫૦,૦૦૦ આપવા જણાવી બાકીના પૈસા પછી કરી આપીશ તેવું જણાવેલુ હતુ.

ફરિયાદી લાંચની રકમ આપવા નહીં માગતા હોવાથી ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી બાયપાસ રોડ,ઠુઠી કંકાસિયા ચોકડી,ઝાલોદ ખાતે કામના આરોપીએ પંચ એકની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જતાં ગુનો કર્યો હતો. તેમજ આરોપીને એ.સી.બી એ ડિટેન કરી  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News