Get The App

કલાલી ગામમાં ગાળો બોલતા અસ્થિર મગજના આધેડ પર હુમલો કરી હત્યા

હત્યા કરનાર પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
કલાલી ગામમાં  ગાળો બોલતા અસ્થિર મગજના આધેડ પર હુમલો કરી હત્યા 1 - image

વડોદરા,કલાલી ગામમાં  રહેતા  ૪૫ વર્ષના અસ્થિર મગજના આધેડને કૌટુંબિક સગાઓએ માર મારતા મોત થયું છે. અટલાદરા પોલીસે  હત્યાનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કલાલી ગામમાં રહેતા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને જાણ કરી હતી કે, મારા ભાઇને કેટલાક લોકોએ માર મારતા તેનું મોત થયું છે. જેથી, અટલાદરા  પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.કે.ગુર્જર અને સ્ટાફ ઘટના સ્થળે  દોડી ગયા હતા. મરનારનો મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, મરનાર અસ્થિર મગજનો હતો. તે ગાળો બોલતો હોઇ આરોપીઓ ઘનશ્યામ કચરાભાઇ રાઠોડિયા, ભગવાનદાસ કચરાભાઇ રાઠોડિયા, હરિશ ઘનશ્યામભાઇ રાઠોડિયા, કરણ ભગવાનભાઇ રાઠોડિયા, નરેશ ઘનશ્યામભાઇ રાઠોડિયાએ ભેગા મળીને તેના  પર હુમલો  કરતા તેનું મોત થયું હતું. જેથી,  પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. એવી  પણ વિગતો બહાર આવી છે કે, મરનાર અને આરોપીઓ દૂરના સગા છે. વડીલોપાર્જીત મિલકત અંગે તેઓને છેલ્લા પાંચ વર્ષથી વિવાદ પણ ચાલતો હતો. 


Google NewsGoogle News